Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

વિરમગામ શહેર ભાજપ દ્વારા ગાંધી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું

વિરમગામ તાલુકા ભાજપ દ્વારા જખવાડા રેલવે સ્ટેશન નજીક વૃક્ષારોપણ કરાયું અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા વિરમગામમાં વડીલોનું ઓક્સિજન લેવલ ચકાસવામાં આવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ૧૭મી સપ્ટેમ્બરે જન્મદિવસ હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વિરમગામ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધી હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, રીનાબેન પંડ્યા, નરેશભાઇ શાહ, હિતેશભાઈ મુનસરા, નવદીપભાઈ ડોડીયા, મહેશભાઈ પરમાર સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા જખવાડા રેલવે સ્ટેશન નજીક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડો.તેજશ્રીબેન પટેલ, મનોજસિહ ગોહીલ, પ્રમોદભાઇ પટેલ, દિપકભાઇ પટેલ સહીતના ભાજપના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

વૈશ્વિક કોવિડ-૧૯ના રોગચાળામાં મોટી ઉંમરના વ્યક્તિઓને ચેપ લાગવાની શક્યતાઓ વધારે રહેલી હોવાથી વહેલુ નિદાન કરી શકાય તે માટે અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા વિરમગામમાં વડીલોનું ઓક્સિજન લેવલ ચકાસવામાં આવ્યુ હતુ. પલ્સ ઓક્સીમીટર દ્વારા નવદીપભાઈ ડોડીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી. સેવા સપ્તાહ અંતર્ગત વિરમગામ શહેરના જાનીની ખડકી,  કાજીનો લીંમડો વિસ્તારના વડીલોના રેન્ડમ ઓક્સીજન લેવલ તથા પલ્સની તપાસ કરવામાં આવી હતી.

(7:11 pm IST)