Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

હવે પોસ્ટના બચત ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું પડશે :નહીંતર લાગશે મેઈન્ટેનન્સ ચાર્જ

બચત ખાતામાં ઓછામાં ઓછું રૂપિયા 500 બેલેન્સ રાખવું આવશ્યક

અમદાવાદ : ભારતીય ટપાલ વિભાગના ગાંધીનગર ડિવિઝનના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસિસની યાદીમાં જણાવ્યા મુજબ પોસ્ટ બચત ખાતા ધારકે પોતાના બચત ખાતામાં લઘુતમ જમા રાશિ રૂપિયા 500 જાળવી રાખવી પડશે.

જો બચત ખાતામાં લઘુતમ જમા રાશિ રૂપિયા 500 જાળવી રાખવામાં નહીં આવે તો વાર્ષિક રૂપિયા 118 (રૂપિયા 100 સર્વિસ ચાર્જ + રૂપિયા 18 GST) મેઈન્ટેનન્સ ચાર્જ તરીકે ખાતાધારકના ખાતામાંથી ઓટો ડેબિટની સુવિધા મારફતે વસૂલવામાં આવશે અને ત્યારબાદ ખાતામાં જ્યારે શૂન્ય બેલેન્સ થશે ત્યારે બચત ખાતું આપોઆપ બંધ થઈ જશે.

પોસ્ટ બચત ખાતા ધારકોને બચત ખાતા સંબંધિત લેવડદેવડના વ્યવહાર અંગે કોઇ અગવડ અથવા સમસ્યા ન ઉદભવે તે હેતુથી બચત ખાતામાં ઓછામાં ઓછું રૂપિયા 500 બેલેન્સ રાખવું આવશ્યક છે જેની તમામ બચત ખાતા ધારકોને નોંધ લેવા યાદીમાં વધુમાં જણાવાયું છે.

(6:50 pm IST)