Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કલોલ શહેર પોલીસે પાલિકા બજારમાં જાહેરમાં જુગાર રમતા શખ્સોને ઝડપી 12 હજારની રોકડ જપ્ત કરી

ગાંધીનગર:શ્રાવણ મહીના બાદ પણ જિલ્લામાં જુગારની બદી અટકવાનું નામ લેતી નથી ત્યારે પોલીસ પણ જુગારીઓને પકડવા દોડી રહી છે. ત્યારે કલોલ શહેર પોલીસે કલોલ પાલિકા બજારમાં લાઈટના અજવાળે જુગાર રમતાં શકુનીઓને ઝડપી લીધા હતા. જેમાં નવજીવન મિલની ચાલીમાં રહેતા નવનીતકુમાર દિનેશભાઈ મકવાણા, મુકેશ હેમાજી ઠાકોર, સંજીવ ગોવીંદભાઈ મકવાણા, અફઝલખાન અકબરખાન પઠાણ, રમેશભાઈ કરશનભાઈ શાહ અને ગીરીરાજ સોસાયટી રેલ્વે પૂર્વમાં રહેતા જયેશ વિનોદભાઈ દંતાણીને ૧રર૩૦ની રોકડ સાથે પકડી તેમની સામે જુગારધારા હઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી

(6:12 pm IST)