Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ગાંધીનગર-સરખેજ હાઇવે નજીક હોટલમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 8 શખ્સોને ઝડપી પાડ્યા

ગાંધીનગર:ગાંધીનગર-સરખેજ હાઈવે ઉપર અડાલજ પાસે આવેલી હોટલ ક્રીતીકામાં જુગાર રમાડાતો હોવાની બાતમીના પગલે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડીને જુગાર રમતાં સહિત આઠ લોકોને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી રોકડ, મોબાઈલ સહિત .૯૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. છેલ્લા વીસ દિવસથી અહીં જુગારની પ્રવૃતિ ચાલુ હતી અને હોટલ માલિકને રોજના ત્રણ હજાર રૂપિયા જુગાર રમવા પેટે ચુકવવામાં આવતા હોવાનું તપાસ બહાર આવ્યું છે. હાલ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં જુગારધારાની સાથે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.     

અડાલજની ક્રીતીકા હોટલમાં મોનીટરીંગ સેલે દરોડો પાડી જુગારધામ ઝડપી પાડયા બાદ રૂમ નં.૧૧૦માં બેઠેલા હોટલ માલિક કુલદીપરાજ ઉર્ફે રાજભા ભાનુપ્રસાદ ગઢવી રહે.ગઢવી સોસાયટી, નવરંગપુરાને પકડયો હતો. તપાસ કરતાં તેના રૂમમાંથી લેધર કવરમાં રાખેલી દેશી બનાવટની રિવોલ્વર પણ મળી આવી હતી. પોલીસ તપાસમાં રિવોલ્વર તેણે સાત મહિના અગાઉ રાજસ્થાનના રણુંજા ખાતેથી લીધી હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેની સામે આર્મ્સ એકટનો પણ ગુનો નોંધવામાં આવ્યો હતો

(6:11 pm IST)