Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સુરતના પાંડેસરામાં પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ પ્રેમિકાના કથિત બીજા પ્રેમીને ચપ્પુના ઘા જીકી મોતનેઘાટ ઉતારી દેતા ગુનો દાખલ

સુરત:શહેરના પાંડેસરા કૈલાશ ચોકડી નજીક પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ પ્રેમિકાના કથિત બીજા પ્રેમીને ચપ્પુના 5 ઘા મારી પતાવી દીધો હોવાની ઘટના બનવા પામી છે. મરનાર કથિત પ્રેમી બ્રિજેશ એક મહિના પહેલા યુપીથી સુરત આવ્યો હતો. વતનમાં પ્રેમ થયા બાદ યુવતી સુરતમાં હોવાની જાણ બાદ બ્રિજેશ સુરત આવ્યો હતોરોડ ઉપર લોહીના ખાબોચીયામાં પડેલા ઇજાગ્રસ્ત બ્રિજેશને સિવિલ હોસ્પિટલ બાદ ખાનગીમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

(6:10 pm IST)