Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સુરતના મોટી વેદ સહીત ઉંઘના વિસ્તારમાં જાહેરમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 13 શકુનિઓની ધરપકડ કરી

સુરત: શહેરના મોટી વેડ અને ઉધના વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 13 જુગારીઓને સ્થાનિક પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડ, 12 મોબાઈલ ફોન અને બે બાઈક મળી કુલ રૂ.1.97 લાખનો મુદ્દામાલ કબ્જે કેઈ કાર્યવાહી હાથ ધરી હતી. તે પૈકી ઉધનામાં ત્રણ જુગારી ભાગી છૂટતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સીંગણપોર પોલીસે મળેલી બાતમીના આધારે ગતસાંજે મોટીવેડ નવો મહોલ્લો નં.1 ઘર નં.155 ના ઓટલા ઉપર જાહેરમાં જુગાર રમતા પ્રહલાદ રામનાથ શાહુ, અમિતભાઇ ઉર્ફે કાલુ નટવરભાઇ ધોળકીયા, અરૂણભાઇ ઉર્ફે લખો ડાહ્યાભાઇ પારેખ, ભરતભાઇ માવજીભાઇ ગોહિલ અને અશોક સુખાભાઇ ભાલીયાને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી રોકડા એયુ.16,620, રૂ.20,500 ની કિંમતના પાંચ મોબાઈલ ફોન અને રૂ.70 હજારની બે બાઈક મળી કુલ રૂ.1,06,020 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(6:09 pm IST)