Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

લોકડાઉન દરમ્યાન બેરોજગારીથી કંટાળી વડોદરાના 40 વર્ષીય શખ્સે ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્યું

વડોદરા:લોકડાઉન દરમિયાન બેકારીથી ત્રાસીને ૪૦ વર્ષના એક શખ્સે નજીકમાં આવેલી બરોડા મોઝિલ માર્બલના કંપાઉન્ડમાં જઇ લીમડાના ઝાડ પર લટકીને જીવન ટૂંકાવી દીધુ હતું. ફતેગંજ પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવાયાર્ડ અમરનગરની પાછળ જાદવપાર્ક સોસાયટીમાં રહેતા રાજેશકુમાર શનાભાઇ મહીડા લોકડાઉનના કારણે નોકરી છૂટી જતા બેકાર થઇ ગયા હતાં. નોકરી ધંધાની સતત શોધખોળ કરવા છતાં કશેય નોકરી નહી મળતા તેઓ સતત ટેન્શનમાં રહેતા હતાં. આજે સવારે તેમના ઘરની નજીક આવેલી બરોડા મોઝિલ માર્બલના કંપાઉન્ડમાં એકાંત વાળી જગ્યાએ જઇ લીમડાના ઝાડ પર દોરી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો

બપોરે પોણા બે વાગ્યે નજીકમાં રહેતા લોકોએ ઝાડ પર લટકતી લાશ જોઇને પોલીસને જાણ કરતા ફતેગંજ પોલીસ સ્ટેશનના .એસ.આઇ રસિકભાઇ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં ઝાડ પર લટકતી લાશને કારણે લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા.

મૃતક રાજેશકુમાર ઘટના સ્થળની નજીકમાં રહેતો હોવાથી લોકોએ તેની લાશ ઓળખી કાઢતા તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન બેકારીથી કંટાળીને તેને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

(6:09 pm IST)