Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

વડોદરામાં દારૂડિયા પતિથી કંટાળી પરિણીતાએ મધરાત્રે પોલીસનો સહારો લીધો

વડોદરા:દારૃનો નશો કરીને ધમાલ કરતા પતિથી ત્રાસીને પત્નીએ પોલીસને જાણ કરી પતિને પકડાવી દીધો હતો. આવા બે અલગ-અલગ  કિસ્સા પોલીસ મથકમાં નોંધાયા છે

આજવા રોડ રામદેવનગરમાં રહેતો હિતેન્દ્ર કંચનભાઇ રોહિત ગઇકાલે બપોરથી દારૃ પીને ઘરે આવી પત્નીને હેરાન કરતો હતો. પતિના ત્રાસથી  કંટાળીને પત્ની સવિતા સીધી બાપોદ પોલીસ સ્ટેશન પહોંચી ગઇ હતી. સવિતાબેને પોલીસને જાણ કરતા પોલીસે તેના ઘરે જઇ પતિને પકડી લોકઅપમાં ધકેલ્યો હતો

જ્યારે અન્ય એક કિસ્સામાં કિશનવાડી વુડાના મકાનમાં રહેતા હીનાબેન રાઉલજીએ મોડીરાત્રે એક વાગ્યે વારસિયા પોલીસ સ્ટેશનમાં જઇને જાણ કરી હતી કે, મારો પતિ દારૃ પીને મારી  સાથે ઝઘડો કરે છે. જેથી વારસિયા પોલીસે  મહિલાના ઘરે જઇ તેના પતિ અમિત ધર્મેન્દ્રસિંહ રાઉલજીને પકડી લીધો હતો

(6:09 pm IST)