Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

વડોદરા:તાંદલજા વિસ્તારમાં ટેરેસ પર જીમના સાધનો પછાડવા જેવી નજીવી બાબતે થયેલ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું:સામસામે હુમલો થતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના તાંદલજા વિસ્તારમાં ટેરેસ પર જીમના સાધનો પછાડવા બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સામસામે હુમલાના બનાવ બન્યા હતા.

તાંદલજા સંતોષ નગર ખાતે ઉડાના કોમ્પ્લેકસમાં રહેતા ઈકબાલભાઈ શેખ ગઈકાલે બપોરે ઘેર જમવા આવ્યા ત્યારે ટેરેસ ઉપર મુકેલા તેમના જીમના સાધનોનો અવાજ આવી રહ્યો હોવાથી તેઓ ઉપર ગયા હતા.

વખતે નીચે રહેતા નવસાદ ભાઈના ત્રણ પુત્રો ઈકબાલભાઈના જીમના સાધનોનો ઉપયોગ કરતા હોવાથી ઈકબાલભાઈ તેમને ઠપકો આપ્યો હતો. તકરાર બાદ બંને પક્ષો વચ્ચે મારામારી તેમજ તિક્ષ્ણ હથિયાર વડે હુમલાના બનાવ બનતા બે મહિલા સહિત ત્રણ જણાને ઈજાઓ પહોંચી હતી. ગોત્રી પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(6:08 pm IST)