Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

વડોદરા: પાડોશમાં રહેતી ચાર સંતાનની માતા સાથે પ્રેમ સંબંધ ધરાવતો હોવાની મહિલાના પતિને જાણ થઇ જતા પ્રેમીએ પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી

વડોદરા: શહેરમાં ચાર સંતાનની માતા અને પાડોશી વચ્ચે પ્રેમ સંબંધની જાણ પતિને થતાં સમજાવી રહેલા પ્રેમીએ પતિને જાનથી મારી નાખવાની ધમકી ફરિયાદના આધારે માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મકરપુરા ગામે આવેલ શ્રીજી નગરમાં રહેતા શિવકુમાર રામએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 21 વર્ષ અગાઉ તેઓના લગ્ન બિહાર ખાતે બબીતા દેવી સાથે થયા હતા સંતાનમાં ચાર બાળકો છે. દરમિયાન પાડોશી પ્રેમ પ્રકાશ રામ અને મારી પત્ની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે અંગે મને જાણ થતા બંનેને સમજાવ્યા હતા પરંતુ તેઓએ સંબંધ ચાલુ રાખ્યો હતો.

બે દિવસ અગાઉ હું નોકરી પર હતો તે દરમિયાન પ્રેમ પ્રકાશ તે મને ફોન કરી જણાવ્યું હતું કે મારે તારી પત્ની બબીતા સાથે પ્રેમ સંબંધ છે અને જો તું અમારી બંનેની વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આવી અપશબ્દો બોલ્યા હતા.

(6:06 pm IST)