Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

અમદાવાદના સરખેજમાં નિવૃત શિક્ષકે ઊછીતા આપેલ પૈસાની ઉઘરાણી કરતા ઉશ્કેરાયેલ શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ

અમદાવાદ: શહેરના સરખેજમાં રહેતા નિવૃત શિક્ષકે સરખેજમાં રહેતા તેમના ઓળખીતાને રૂ.10,80,000 ઉછીના આપ્યા હતા. તેમણે પૈસાની માંગણી કરતા ઉશ્કેરાયેલા આરોપીએ તેમને જાતિ વિષયક ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અંગે સરખેજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ સરખેજ ધોળકા રોડ પર ક્રિશ્ના એવન્યુમાં રહેતા પરષોત્તમભાઈ એસ.પાંડવ (59) તેમના પરિવાર સાથે રહે છે અને શિક્ષકની નોકરી કરી નિવૃત થયા હતા.

અગાઉ તેઓ દષ્ક્રોઈના પાલડીમાં નોકરી કરતા હતા ત્યારે વેજલપુરમા ઓમ શાંતિનગર એપાર્ટમેન્ટમાં રહેતા હતા અને અહીંના સિક્યુરિટી ગાર્ડ પ્રભાતસિંગ બારોટ સાથે મિત્રતા થઈ હતીસરખેજના ખરવાડમાં રહેતા પ્રભાતસિંગનો પગાર ઓછો હોવાથી તે પરષોત્તમભાઈ પાસેથી ઉછીના પૈસા લેતા હતા અને પરત કરી દેતા હતા,.

જોકે પાચેક વર્ષ પહેલા પ્રભાતસિંગનું અવસાન થયું હતું. દરમિયાન તેમના દિકરા રાજુએ પૈસાની જરૂર પડતા પરષોત્તમભાઈ પાસેથી ટુકડે ટુકડે રૂ.10,80,000 ઉછીના લીધા હતા. તેણે પંદરેક દિવસમાં પૈસા પત આપવાનું કહ્યું હતું. જોકે પરષોત્તમભાઈ અવારનવાર પૈસા માંગવા છતા રાજુ પૈસા આપતો હતો

(6:05 pm IST)