Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

મહેસાણા તાલુકાના લીચ ગામે ગોડાઉનમાંથી 19 લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ એસઓજીએ ઉકેલ્યો:ચાર આરોપીઓની ધરપકડ

મહેસાણા:તાલુકાના લીંચ ગામમાં આવેલ એક ગોડાઉનમાંથી રૃ.૧૯ લાખના સરસામાનની ચોરીની ઘટનામાં ભેદ એસઓજીએ ઉકેલી નાંખ્યો હતો. જેમાં સંડોવાયેલા ચાર આરોપીઓ પકડી લઇ તેઓને કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે તેમની પાસેથી રૃ.૮૧૯૦૦ની મત્તા કબજે લેવામાં આવી છે.

મહેસાણાના લીંચ ગામમાં આવેલ ગાંધી કોર્પોરેશનના ગોડાઉનમાં અજાણ્યા શખસોએ પ્રવેશ કરીને અંદરથી સ્ટ્રકચર બનાવવાની લોંખંડની પાઇપો તથા ફ્રેમો મળી કુલ રૃ.૧૯ લાખના સરસામાનની ચોરી કરી હતી. જેની તપાસ મહેસાણા એસઓજીના પીઆઇ બીએમપટેલ ચલાવી રહ્યા હતા. તપાસ દરમિયાન બાતમીદારો તથા ટેકનીકલ સર્વેલન્સની કામગીરી દરમ્યાન બાતમી મળી હતી કે શૈલેષ ચતુરજી ઠાકોરજગદીશ હરચંદજી ઠાકોરકિશન હરચંદજી ઠાકોર અને ભરત રાયસંગજી ઠાકોર તમામ રહે.લીંચનાઓએ ગોડાઉનમાંથી ચોરી કરી છે. જેના આધારે પોલીસે તેઓને પકડી લઇ યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતાં પોતે ચોરી કરી હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી. પોલીસે મળેલી માહિતી અન્વયે લીંચ ગામની સીમમાં આવેલા ખેતરમાંથી લોખંડની ૧૧૭ પાઇપો મળી કુલ રૃ.૮૧૯૦૦ની મત્તા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. 

(6:04 pm IST)