Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કેવડીયા કોલોની ની યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી અશ્લીલ ફોટા મૂકી સમાજમાં બદનામ કરનાર યુવાન વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા ના કેવડિયા કોલોની ખાતે રહેતી યુવતી નું ફેક એકાઉન્ટ બનાવી તેના ફોટા નો ઉપયોગ કરી સમાજમાં બદનામ કરતા યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેવડિયા કોલોની ખાતે રહેતી અને અભ્યાસ કરતી એક યુવતી એ આપેલી ફરિયાદ મુજબ નજીકના વાગડીયા ગામમાં રહેતા મોહીત બીજેન્દ્રસીંહ ચૌહાણ એ તેની બેનના ફોટાનો ગેર કાયદેસર ઉપયોગ કરી ફરી. તથા તેની બહેનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતત નજર રાખી તેના મોબાઇલ ફોનમા તેના તથા ફરી. ની બહેનના નામનુ ફેક એકાઉન્ટ બનાવી ફરી. તથા તેની બેનના તથા અન્ય મિત્રોના મોબાઇલમા સમાજમા બદનામ કરવાના ઇરાદે અશ્લીલ ફોટાઓ તથા અશ્લીલ ગાળો લખી મેસેજ કરી ગુનો કરતા આ બાબતે કેવડિયા પોલીસે મોહિત ચૌહાણ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી છે

(5:44 pm IST)