Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

નાંદોદ તાલુકાના મોટાલીમટવાડા ગામમાં યુવાન કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટા લીમટવાડા ગામમાં યુવાન કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.
  પ્રાપ્ત માહિતી અનુસાર બીતાડા ગામમાં રહેતા શાંતિલાલ શંકરભાઇ વસાવા (ઉ.વ.૩૫)છેલ્લા એક મહિના પહેલા જંગલમાંથી લાકડા લઇ આવતા પડી જવાથી ગળાના પાછળના ભાગે ઇજા થઇ હોય જે સારી ન થતા મનમા લાગી આવતા ઘરમા મુકેલી કપાસમાં છાટવાની ઝેરી દવા પી જતા તેને સારવાર માટે દાખલ કરતા સારવાર દરમ્યાન તેનું મોત થતા રાજપીપળા પોલીસે અ.મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(5:41 pm IST)