Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

રાજપીપળામાં ભારત ગેસ એજન્સી ના ડિલિવરી બોયની વધુ રૂપિયાની માંગ બાબતેની દાદાગીરીથી ગ્રાહકો પરેશાન

ઓનલાઈન બુકિંગ કર્યા બાદ ગેસ સિલિન્ડર ડીલેવરી કરવા માટે એજન્સીમાંથી આવતા ડિલિવરી બોય બિલની રકમ ઉપરાંત મજુરીના નામે વધારાના રૂપિયાની માંગણી કરતા જો ગ્રાહક ન આપે તો દાદાગીરી કરતા હોવાની બુમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે આવેલી ભારત ગેસ કંપની ની એજન્સીના ડિલિવરી બોય ગ્રાહકો ના ઘરે રાંધણ ગેસના બોટલો આપવા જાય છે ત્યારે કંપનીના બિલની રકમ કરતા ૧૦ રૂપિયા જેવી વધુ રકમ મજૂરી ના નામે ઉઘરવાની વારંવાર બુમો ઉઠી હોવા છતાં પુરવઠા વિભાગ ની કામગીરી આ બાબતે શંકાસ્પદ જણાય છે કેમ કે પુરવઠા ના અધિકારીઓ આ બાબતે વાકેફ હોવા છતાં ગ્રાહકોને લૂંટતા આ વ્યક્તિઓ ની મનમાની બંધ થતી નથી ત્યારે કેટલાક જાગૃત ગ્રાહકો એ અગાઉ આ માટે પુરવઠા વિભાગ માં મૌખિક ફરિયાદો કરવા છતાં આ બાબત હજુ બંધ થઈ નથી

 બીજી તરફ એજન્સી ના માલિકો હંમેશા એકજ રાગ આલાપે છે કે અમે ડિલિવરી બોય ને પગાર આપીએ છીએ માટે ગ્રાહકો પાસે એ પૈસા માંગે તો નહીં આપવા પરંતુ વર્ષો થી ગ્રાહકો ની ફરિયાદો બાદ પણ એજન્સી ના માલિકો કેમ આવા લોભિયા કર્મચારીઓ સામે કડક પગલાં લેતા નથી..?શુ તેઓ પણ ગ્રાહકો પાસે ફક્ત નાટક જ કરી કર્મચારીઓ ને છુટોદોર આપ્યો હશે..? ખેર જે હોય એ પરંતુ નિયમ મુજબ ગ્રાહકને ઘરે હોમ ડિલિવરી આપવા માટે એજન્સી બંધાયેલી છે ત્યારે પુરવઠા વિભાગ આ બાબતે કડક કાર્યવાહી કરે તેવી ગ્રાહકો ની માંગ છે.

(5:39 pm IST)