Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

અમદાવાદમાં ખોટા દસ્‍તાવેજો બનાવીને ખોટા દાવાઓ કરનાર ભુમાફીયા મુકેશ દેસાઇની ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા ધરપકડ

અમદાવાદ: શહેરમાં કરોડોની જમીન ચાઉં કરનારની ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.શહેરમાં કરોડો રૂપિયાની જમીનોના ખોટા દસ્તાવેજો બનાવી અને જમીનોમાં લેટિગેશન ઉભા કરી ખોટા દાવાઓ કરનાર જમીન ભુમાફિયા મુકેશ દેસાઈની કાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. ત્રણ ગુનામાં વોન્ટેડ મુકેશ દેસાઈની ધટલોડિયાથી પકડી વધુ તપાસ શરૂ કરી છે. નારણપુરામાં રહેતા મીનાબેન 3 હજાર વારનો પ્લોટ પોતાના માલિકીનો આરોપી જમીન ભુમાફિયા મુકેશ દેસાઈએ ખોટા દસ્તાવેજ બનાવીને પચાવી પાડ્યો હતો.

જેની જાણ મૂળ માલિક મીનાબેન ખબર ન હતી પરંતુ આરોપી મુકેશ દેસાઈ નારણપુરા મકાન વેચવા માટે ન્યુઝ પેપરમાં જાહેરાત આપી હતી. ત્યાર બાદ મકાન માલિક મીનાબેન જાણ થતાં કાઈમ બ્રાંચમાં મુકેશ દેસાઈ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારથી મુકેશ દેસાઈ ભાગતો ફરતો હતો. જેને કાઈમ બ્રાંચે આજે ઝડપી પાડ્યો છે. કાઈમ બ્રાંચ ગિરફતમાં રહેલ જમીન ભુમાફિયા મુકેશ દેસાઈ વિરુદ્ધ 20થી વધુ ગુના નોંધાઈ ચુક્યા છે.

જો કે શાહપુર, નિકોલ અને કાઈમ બ્રાંચના આમ ત્રણ ગુનામાં આરોપી મુકેશ દેસાઈ નાસ્તો ફરતો હતો. અત્યાર સુધીના તમામ ગુનાઓ આરોપી મુકેશ દેસાઈએ અલગ અલગ કરોડો રૂપિયાની જમીનોના ખોટા દસ્તાવેજ બનાવીને જમીનોમાં લેટિગેશન ઉભા કરી ખોટા દાવાઓ કરીને જમીનની જગ્યા વિવાદિત કરી નાખતા. જેનાથી કોઈ પણ જમીન ખરીદી ન શકે અને જમીન વેચવા માટે જમીન ભુમાફિયા આરોપી મુકેશ દેસાઈ પૈસા પડાવતો હતો.

(4:38 pm IST)