Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

દારૂના ગુન્હામાં વોન્ટેડ બે આરોપીઓને સુરતમાંથી રૂરલ પોલીસે ઝડપી લીધા

રાજકોટ તા. ૧૪ :.. જસદણના દારૂના ગુન્હામાં વોન્ટેડ બે આરોપીઓને સુરતમાંથી રૂરલ પોલીસે ઝડપી લીધા હતાં.

પ્રાપ્ય વિગતો મુજબ જસદણના પીએસઆઇ આર. પી. કોડીયાતર તથા રૂરલ એલસીબીની ટીમ પાસાના કેદીઓને સુરત જેલમાંથી મૂકી પરત આવતા હતાં. તે દરમિયાન રૂરલ એલસીબીના હેડ કો. શકિતસિંહ જાડેજા તથા પો. કો. નિલેશભાઇ ડાંગરને જસદણ પોલીસ મથકના ગુન્હામાં વોન્ટેડ આરોપી ધર્મેશ ઉર્ફે પપ્પુ ગોરધનભાઇ પટેલ તથા હાર્દીક જસુભાઇ પટેલ રહે. બન્ને  સુરતમાં હોવાની બાતમી મળતા બન્નેને દબોચી લઇ જસદણ પોલીસ મથકના હવાલે કર્યા હતાં.

(3:56 pm IST)