Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ટેસ્ટ ઈઝ બેસ્ટઃ વિજયભાઈએ સામેથી કોરોના ટેસ્ટ કરાવ્યો

લોકોમાં કોરોના ટેસ્ટનો ભય નહિ રાખવા અને વ્હેલીતકે ટેસ્ટ કરાવી નિશ્ચિત બની જવા મુખ્યમંત્રીની હાકલ

રાજકોટઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે ત્રીજી વખત કોરોના ટેસ્ટ કરાવ્યો છે. જે નેગેટીવ આવ્યો છે.

આજે બપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો સંપર્ક સાધતા તેમણે 'અકિલા'ને જણાવેલ કે કોરોના મહામારીના સમયમાં લોકો સમયસર ટેસ્ટ કરાવી લ્યે તો કોરોના સામેનો જંગ જીતવો સરળ થઈ જશે. કોરોના ટેસ્ટનો લોકોમાંથી ભય નિકળી જાય એ ખૂબ છે અને મેં આ મહામારીમાં ત્રીજી વખત ટેસ્ટ કરાવ્યો છે.

કોરોના સામે સરકારે 'ટેસ્ટ ઈઝ બેસ્ટ'ની જાહેરાત કરી છે અને મુખ્યમંત્રી સહિતના દિગ્ગજો સામેથી ટેસ્ટ કરાવવા લાગ્યા છે. કોરોના જેટલો વ્હેલાસર જાણવા મળી જાય તેટલી વ્હેલી સારવાર શરૂ થઈ શકે અને જો આવશ્યકતા ન હોય તો ઘરે જ હોમકવોરન્ટાઈન કરી સારવાર આપી શકાય.

શ્રી વિજયભાઈએ 'અકિલા'ને જણાવેલ કે દરરોજના ૭૦ હજાર ટેસ્ટ આપણે કરી રહ્યા છીએ અને તેમાં પણ જરૂર પડયે વધારો કરતા રહીશું. લોકો કોઈપણ ભય વિના કોરોના ટેસ્ટ કરાવી લ્યે અને સરકારની આ ઝુંબેશમાં સહયોગી બને.

(3:55 pm IST)