Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

અમદાવાદમાં મિત્રની પત્ની પર દુષ્કર્મના આરોપી બિલ્ડર સુનિલ ભંડેરીની પત્નીએ કર્યો આપઘાતનો પ્રયાસ: ચકચાર

વહેલી સવારે સ્યુસાઇડ નોટ લખીને આપઘાતનો પ્રયાસ કર્યો

અમદાવાદ : દુષ્કર્મનો આરોપી બિલ્ડર સુનીલ ભંડેરીની પત્નીએ આજે સવારે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. સોમવારે વહેલી સવારે સ્યુસાઇડ નોટ લખીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે બળાત્કારના કેસમાં બચાવવા માટે બિલ્ડર સુનિલ ભંડેરી પાસેથી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈએ 45 લાખનો તોડ કર્યો હતો. જેમા તેની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ તેને કોવિડ-19ના ટેસ્ટ માટે લઈ જવાતા તે ભાગી ગયો હતો પરંતુ પોલીસને તે ખાનગી હોસ્પિટલમાંથી મળી આવ્યો હતો. હાલ સુનીલ ભંડેરીની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.
  બિલ્ડર સુનિલ ભંડેરીના કેસની વિગત મુજબ, કૃષ્ણનગરના પીઆઈ જે.કે.રાઠોડે બિલ્ડર સુનિલ ધીરૂભાઈ ભંડેરી પાસેથી બળાત્કારના ગુનાથી બચવા 45 લાખનો તોડ કર્યો હોવાનું કહેવાય છે. બિલ્ડરે રેપની ફરિયાદથી બચવું હોય તો પીઆઈએ એક કરોડ માગ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે રાઠોડે વધુ 25 લાખ માંગતા તોડ પ્રકરણ બહાર આવ્યું હતું. આ તોડ પ્રકરણ અંગે એસીપીને તપાસ સોંપવામાં આવી છે. આ અગાઉ સુનિલ ભંડેરીએ એક જમીન પ્રકરણમાં 6.41 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પાંચ આરોપીઓ હતા. જે પૈકી એક આરોપીને ભંડેરીએ ચાર લાખ ઉછીના આપ્યા હતા. આ નાણાં માટે આરોપીની પત્નીને ભંડેરી પરેશાન કરતો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેને પગલે આરોપીની પત્નીએ સુનિલ ભંડેરી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

(1:29 pm IST)