Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કોરોના વાઇરસની તાકાત ઘટી રહી છે ચેપ ફેલાવવાની ક્ષમતા યથાવત પણ ઘાતકપણુ ઘટયું

રાજકોટ તા.૧૪ : રાજયના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર ડો. એચ.જી.કોશિયાએ કોરાના વાઇરસની તાકાત ઘટી રહ્યાનો અભિપ્રાય વ્યકત કર્યો છે.

ડો. કોશિયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે કોરાના વાઇરસનું હાલનું સાતમું વર્ઝન છ.ે આઠેક મહિના થવાથી વાઇરસની તિવ્રતામાં ફેરફાર દેખાય છ.ે શરૂઆતમાં વાઇરસ ખૂબ તાકાતવાળો દેખાતો હતો તેની ચેપ લગાડવાની ક્ષમતા હજુ જળવાઇ રહી છે પણ તાકાત ઘટી રહી હોવાથી અસર ઘટી રહી છે. તેનું ઘાતકપણું ઘટયું છે એક તબકકે ગુજરાતમાં કોરામાંથી મૃત્યુ દર ૪.પ ટકા જેટલો હતો તે ઘટીને ૧.પ ટકા થયો છ.ે આવતા દિવસોમાં વાઇરસ વધુ કમજોર બને તેવી શકયતા છે. કોરોનાથી ડરવાની જરૂર નથી પણ માસ્ક, સેનીટાઇઝેશન સોશ્યલ ડીસ્ટન્ટસીંગ વગેરે જરૂરી છે વધુ પ્રમાણમાં ટેસ્ટીંગ થઇ રહ્યું હોવાથી કેસ વધતા હોય તેવું દેખાય છ.ે મૃત્યુના કારણમાં કોરોના ઉપરાંત અન્ય બીમારી પણ ભાગ ભજવે છે.

(12:59 pm IST)