Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કેવો યોગાનુયોગ એક વર્ષ પહેલા બનાવટી ઓર્ડર બહાર પડેલ, આ ઓર્ડરમાં પણ રાજકોટ એસીપી ક્રાઇમ તરીકે ડી.વી.બસીયાનું નામ મુકવામાં આવેલ

રાજકોટઃ એક વર્ષ પહેલા ડીવાયએસપી કક્ષાના ફેરફારો કરતો એક હુકમ ગૃહખાતાના નામે બહાર પાડવામાં આવેલ. તપાસના અંતે સમગ્ર ઓર્ડર કોઇ ચાલાક ભેજાએ બનાવટી ઓર્ડર બહાર પાડયાનું જે તે સમયે ખુલ્યું હતું. યોગાનુયોગ તો એ બાબત હતી કે બનાવટી ઓર્ડરમાં પણ  રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એસીપી તરીકે લીંમડીના ડીવાયએસપી ડી.વી.બસીયાને રાજકોટ મુકતો હુકમ દર્શાવાયો હતો. આમ બનાવટી હુકમ  સાચા હુકમમાં ફેરવાઇ ગયો છે. ડી.વી.બસીયા રાજકોટ શહેરના ખુબ જ અનુભવી અધિકારી હોવાની બાબતથી જાણે એ ભેજાબાજ પરીચીત હોય તેમ બનાવટી ઓર્ડર સાચો લાગે તે માટે એ ઓર્ડરમાં બહુજ ગોઠવણ કરી નામોની પસંદગી જે તે સમયે કરવામાં આવેલ.

(12:58 pm IST)