Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

અમદાવાદઃ NSUIનો સેનેટ સભ્ય મોબાઇલ સાથે પરીક્ષામાં બેઠો :ABVPએ કહ્યું - ફરિયાદ નોંધાવો

ચાલુ પરીક્ષાએ કલાસરૂમમાં NSUIના કાર્યકર્તા માસ્ક વગર ઘુસ્યો

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની હાલ પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે તાજેતરમાં લૉ ની પરીક્ષા દરમિયાન NSUIનો સેનેટ સભ્ય મોબાઈલ સાથે પરીક્ષામાં બેઠો હોવાની તેમજ NSUIનો કાર્યકર માસ્ક વગર રૂમમાં ઘુસ્યો હોવાની ફરિયાદ ABVP દ્વારા કરવામાં આવી છે.

ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને યાગ્ય પગલા ભરવાની માગ સાથે લેખિત રજૂઆત કરવામા આવી છે કે, લૉ વિભાગની છેલ્લા વર્ષની પરીક્ષામાં જીએલએસ ખાતે આવેલી એચએ કોલેજના પરીક્ષા સેન્ટરમાં ચાલુ પરીક્ષાએ કલાસરૂમમાં NSUIના કાર્યકર્તા માસ્ક વગર ઘુસ્યો છે અને થોડા સમય સુધી ઉભો રહે છે. તેમજ કલાસરૂમમાં સુપરવાઈઝર પણ તેને કંઈ બોલતા નથી. આ જ કલાસરૂમમાં NSUIનો સેનેટ સભ્ય પરીક્ષા આપી રહ્યો હતો, જે કલાસરૂમમાં મોબાઈલ સાથે બેઠો હતો અને ચોરી કરવાનો પ્રયત્ન કરતો હતો.

(12:56 pm IST)