Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટીના CISF ના 22 જવાનો સહીત 50 કર્મચારીઓને કોરોના પોઝિટિવ

કર્મચારીઓના સંપર્કમાં આવનાર વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરાયા

નર્મદા :વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ તરીકે બિરુદ પામાનર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કોરોના બ્લાસ્ટ થયો છે. અહીંના નર્મદા નિગમના 50 કર્ચમારી કોરોના પોઝિટિવ થયા છે. 9 સપ્ટેમ્બરના રોજ 2800 કર્મચારીઓનો ટેસ્ટ કરાયો હતો. જેમાંથી 50 કર્મચારી પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે

  . આ 50 પોઝિટિવ પૈકી સીઆઇએસએફના 22 જવાનો અને અન્ય ખાનગી એજન્સીના કર્મચારીઓનો સમાવેશ થાય છે. પોઝિટિવ કર્મચારીઓને કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તો સાથે જ આ કર્મચારીઓના સંપર્કમાં આવનાર વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરાયા છે.

(12:04 pm IST)