Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ઉત્તર ગુજરાતમાં મેઘમહેર : સાબરકાંઠા- બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો

ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, ભિલોડા અને વિજયનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે બનાસકાંઠામાં ભારે પવન સાથે પાલનપુર, ડીસા ,વાવ, થરાદ અને અમીરગઢમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અડધા કલાકમાં દોઢ ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો.

(11:00 am IST)