Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

મુંબઇમાં કોરોનાએ બિહામણુ સ્વરૂપ ધારણ કરતાં

હવે શૂટિંગ માટે ગુજરાત પહેલી પસંદ

ફિલ્મ મેકર્સ પ્રોજેકટો પુરા કરવા ગુજરાત દોડયા

મુંબઇ, તા.૧૪: દેશમાં કોરોનાની સૌથી વધુ અસર પડી હોય તેવા મોટા શહેરમાં મુંબઈ પણ સામેલ છે. મુંબઈમાં રોજના એવરેજ ૨૦૦૦થી વધુ કોરોના કેસો નોંધાઈ રહ્યા છે. જોકે હાલમાં ત્યાં સુરક્ષાના પ્રોટોકોલનું પાલન કરતા શૂટિંગની પણ મંજૂરી અપાઈ છે. જોકે તેમ છતાં પણ કોરોનાનો ભય તો રહે જ છે. ત્યારે હવે મુંબઈથી વધુ સુરક્ષિત મનાતા એવા અમદાવાદ સહિત ગુજરાતના અન્ય સ્થળો પર કેટલાક ફિલ્મ મેકર્સ પોતાના પ્રોજેકટ્સ પૂરા કરી રહ્યા છે.

બોલિવૂડના ફિલ્મ મેકર નિખિલ અડવાણી પોતાના આગામી પ્રોજેકટનું લોકેશન જોવા માટે હાલમાં જ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. અડવાણીના પ્રોડકશન હાઉસ એમ્મી એન્ટરટેઈનમેન્ટમાં પાર્ટનર અને પ્રોડ્યુસર મધુ ભોજવાની કહે છે, તેઓ હંમેશાથી ગુજરાતમાં શૂટિંગને લઈને ઉત્સાહીત રહ્યા છે. અમારી પહેલી ફિલ્મ ઝ્ર-ર્ઝ્રીક્ક સંપૂર્ણ રીતે અમદાવાદ અને કચ્છના નાના રણમાં શૂટ થઈ હતી. અમને સ્થાનિકો અને ટેકનિશિયનો તરફથી હંમેશા અહીં સારો સપોર્ટ મળ્યો છે. તેઓ કહે છે, કોવિડ બાદ રાજયમાં લાગુ કરાયેલા શૂટિંગ માટેના પ્રોટોકોલનું પાલન કરવું સરળ રહેશે.

શહેરના જાણીતા ક્રિએટિવ અને મીડિયા કન્સલટન્ટ અદિતિ રાવલ કહે છે, અન્ય લોકપ્રિય જગ્યાઓની સરખાણમીમાં શહેર વધારે સુરક્ષિત મનાઈ રહ્યું છે. અને આથી જ કેટલાક પ્રોજેકટનું શૂટ અથવા પ્લાનિંગ શહેરમાં થઈ રહ્યું છે.

બોલિવૂડ એકટર ભૌમિક સંપત હાલમાં સુરક્ષાના નિયમોનું પાલન કરતા શહેરમાં શૂટિંગ કરી રહ્યા છે. તેઓ કહે છે, અહીં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું સરળ છે અને આ પહેલા અમને સ્થાનિક લોકો તરફથી મળેલા સપોર્ટના કારણે હું ફરીથી પ્રોજેકટ માટે અમદાવાદ આવવા પ્રેરિત થયો.

ગુજરાતી ફિલ્મ એકટર અને ઈડરથી ધારાસભ્ય હિતુ કનોડિયા કહે છે, બોલિવૂડના પ્રોજેકટ શૂટિંગ માટે શહેરમાં આવતા સ્થાનિક ટેલેન્ટ અને ટેકનિશિયન્સને નવી તક મળશે. તેઓ કહે છે, કોવિડની સ્થિતિએ એક નવી તક પ્રદાન કરી છે. આ પહેલા માત્ર અમુક લોકો જ ગુજરાતી પ્રોડકશનમાં જતા હતા, પરંતુ અહીં શૂટિંગ વધવાથી સમગ્ર ક્રૂને કામ મળી રહેશે.

જયારે ગુજરાતી ફિલ્મમેકર વિજયગીરી બાવા કહે છે, સેટ્સ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખતા સ્ક્રિપ્ટ રિવ્યૂ કરાઈ રહી છે. અમે કેમેરાનું અંતર દ્યટાડવા માટે ટેકનિક રાખી છે અને જે પ્રોજેકટમાં વધારે ક્રૂની જરૂર હોય તેમને હાલ હોલ્ટ પર રખાયા છે. અમે આ પહેલા એક જગ્યા શૂટ માટે રાખી હતી, પરંતુ ત્યાં ક્રૂ માટે સોશિયલ ડિસ્ટન્સિંગની વ્યવસ્થા ન થતા અમે જગ્યા બદલી નાખી.

(9:51 am IST)