Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

રાજ્યના આઠ પ્રોબેશનર IPSને ડીવાયએસપી તરીકે પોસ્ટિંગ:15 ડીવાયએસપીની ટ્રાન્સફર

સુરેન્દ્રનગરના શૈફાલી બરવાલને દાહોદ અને ડો. લવીના સિંહાને વિરમગામ અને અભય સોનીને અમરેલી ડીવાયએસપી તરીકે મુકાયા

ગાંધીનગર: રાજ્ય સરકારે  સાંજે ગુજરાત કેડરના 2016, 2017અને 2018 બેંચના આઠ પ્રોબેશનર આઈપીએસને ડીવાયએસપી તરીકે પોસ્ટિંગ આપ્યું છે. તે ઉપરાંત 15 ડિવાયએસપીની આંતરિક બદલીઓ પણ કરી છે. લાંચ રિશ્વત બ્યૂરો અમદાવાદના ડીવાયએસપી ડીપી ચુડાસમાને અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાન્ચના નવા એસીપી તરીકે નિમણૂંક આપી છે. જ્યારે હાલના એસીપી બીવી ગોહીલની જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી કરવામાં આવી છે.

રાજ્ય સરકારે ગુજરાતના કેડરના 2016, 2017 અને 2018 બેંચના આઠ પ્રોબેશનર IPSની નિમણૂંક કરી છે. જેમાં 2016 બેંચના સુરેન્દ્રનગરના પ્રોબેશનર આઈપીએસ શૈફાલી બરવાલને દાહોદ ડીવાયએસપી તરીકે મુક્યા છે. 2017 બેંચના ડો. લવીના સિંહાને વિરમગામ ડીવાયએસપી બનાવ્યા છે. બનાસકાંઠાના પ્રોબેશનર આઈપીએસ અભય સોનીને અમરેલી ડીવાયએસપી જ્યારે અમરેલી જિલ્લા પ્રોબેશનર આઈપીએસ સુશિલ અગ્રવાલને બનાસકાંઠાના પાલનપુરના ડીવાયએસપી બનાવ્યા છે. 2018 બેંચના જામનગર પ્રોબેશનર આઈપીએસ હસન શફિન મુસ્તફા અલીને ભાવનગર ડીવાયએસપી બનાવ્યા છે. પંચમહાલના પ્રોબેશનર પૂજા યાદવના બનાસકાંઠા જિલ્લાના થરાદ ડીવાયએસપી બનાવ્યા છે. વડોદરા ગ્રામ્યના પ્રોબેશનર આઈપીએસ વિકાસ સૂંડા ભરૂચ ડીવાયએસપી બનાવ્યા છે. વલસાડના પ્રોબેશનર આઈપીએસ ઓમ પ્રકાશ જાટને ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ ડીવાયએસપી બનાવ્યા છે.

રાજ્ય સરકારે આ ઉપરાંત 15 ડીવાયએસપીની બદલીના હુકમો કર્યા છે. પાલનપુરના ડીવાયએસપી એ. આર જનકાંતને અમદાવાદ શહેર વિશેષ શાખામાં એસીપી બનાવ્યા છે. દાહોદ ડીવાયએસપી કલ્પેશ ચાવડાને ખેડા હેડક્વાર્ટરના ડીવાયએસપી બનાવ્યા છે. ખેડા હેડક્વાર્ટરના ડીવાયએસપી વિ.જે રાઠોડને ડીવાયએસપી ગાંધીનગર આઈબી, ભાવનગર એમએચ ઠાકરને ભાવનગર આઈબી રિજનના ડીવાયએસપી બનાવ્યા છે. થરાદ ડીવાયએસપી એસ. કે. વાડાને વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી, ભરૂચ ડીવાયએસપી ડીપી વાઘેલાને લાંચ રિશ્વત બ્યૂરો અમદાવાદમાં મદદનિશ નિયામક બનાવ્યા છે. દેવભૂમિ દ્વારકા એસસીએસટી સંઘના બીએસ વ્યાસને અમદાવાદ ગ્રામ્ય હેડક્વાર્ટરના ડીવાયએસપી બનાવ્યા છે.

 અમદાવાદ ગ્રામ્ય હેડક્વાર્ટ ડીવાયએસપી એસએચ સારડાને દેવભૂમી દ્વારકાના એસએસટી સેલના ડીવાયએસપી, રાજકોટ ગ્રામ્ય એસએસટી સેલના ડીવાયએસટી ડો. શ્રુતિ એસ મહેતાને સ્પેશિયલ બ્રાન્ચ ઓફ કમિશનરેટ એન્ડ ડિસ્ટ્રિક્ટ આઈબી ગાંધીનગરમાં ડીવાયએસપી તરીકે મુકવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા એસસીએસટી સેલના ડીવાયએસપી એસએસ ગઢવીને લાંચ રિશ્વયત બ્યૂરો વડોદરામાં મદદનિશ નિયામક તરીકે મુક્યા છે. જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ડીવાયએસપી એમબી સોલંકીને જામનગર હેડક્વાર્ટરના ડીવાયએસપી બનાવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લિમડી ડીવાયએસપી ડીવી બસિયાને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એસીપી તરીકે મુકવામાં આવ્યા છે. મોરબી હેડક્વાર્ટર ડીવાયએસપી ડીજી ચોધરીને સ્પેશિયલ બ્રાન્ચ ઓફ કમિશનરેટ એન્ડ ડિસ્ટ્રિક્ટ આઈબી ગાંધીનગરમાં ડીવાયએસપી બનાવ્યા છે.

અધિકારીનું નામ

હાલની ફરજનું સ્થળ

બદલીથી નિમણૂંકની જગ્યા

આઈપીએસ શૈફાલી બરવાલ

અજમાયશી આઈપીએસ,સુરેન્દ્રનગર

વિભાગીય પોલીસઅધિકારી, દાહોદ

આઈપીએસ લવીના વી સિન્હા

અજમાયશી આઈપીએસ,સાબરકાંઠા

વિભાગીય પોલીસ,અધિકારી, વિરમગાન

આઈપીએસ અભય સોની

અજમાયશી, આઈપીએસ,બનાસકાંઠા

વિભાગીય, પોલીસ,અધિકારી, અમરેલી

આઈપીએસ સુશીલ અગ્રવાલ

અજમાયશી, આઈપીએસ,અમરેલી

વિભાગીય, પોલીસ,અધિકારી, બનાસકાંઠા

આઈપીએસ હસન સફીન

અજમાયશી, આઈપીએસ,

વિભાગીય, પોલીસ,

મુસ્તફાઅલી

જામનગર

અધિકારી, ભાવનગર

આઈપીએસ પુજા યાદવ

અજમાયશી, આઈપીએસ,પંચમહાલ

વિભાગીય, પોલીસ,અધિકારી, બનાસકાંઠા

આઈપીએસ વિકાસ સુંડા

અજમાયશી, આઈપીએસ,વડોદરા ગ્રામ્ય

વિભાગીય, પોલીસ,અધિકારી, રૂ

આઈપીએસ ઓમ પ્રકાશ

અજમાયશી, આઈપીએસ,

વિભાગીય, પોલીસ,

જાટ

વલસાડ

અધિકારી, વેરાવળ

એ આર જનકાંત

વિભાગીય પોલીસ અધિકારી,

મદદનીશ પોલીસ કમિશ્નર,

 

પાલનપુર, જિ.  બનાસકાંઠા

વિશેષ શાખા, અમદાવાદ

કલ્પેશ ચાવડા

વિભાગીય પોલીસ અધિકારી,દાહોદ

નાયબ પોલીસ અધિક્ષક,મુખ્ય મથક, ખેડા

વીજે રાઠોડ

નાયબ પોલીસ અધિક્ષક,મુખ્ય મથક, ખેડા

નાયબ પોલીસ અધિક્ષક,આઈબી ગાંધીનગર

એમએચ ઠાકર

વિભાગીય પોલીસ અધિકારી,ભાવનગર

નાયબ પોલીસ અધિક્ષક,આઈબી ભાવનગર રીજીયન

એચ કે વાળા

વિભાગીય પોલીસ અધિકારી,થરાદ

વિભાગીય પોલીસ,અધિકારી, વડોદરા ગ્રામ્ય

ડીપી વાઘેલા

વિભાગીય પોલીસ અધિકારી,રૂ

મદદનીશ નિયામક, લાંચરૂશ્વત વિરોધી બ્યુરો,અમદાવાદ

બીએસ વ્યાસ

નાયબ પોલીસ અધિક્ષક,એસસી, એસટી, સેલ, દેવભૂમિદ્ધારકા

નાયબ પોલીસ અધિક્ષક,મુખ્ય મથક, અમદાવાદગ્રામ્ય

એસએચ સારડા

નાયબ પોલીસ અધિક્ષક, મુખ્યમથક, અમદાવાદ ગ્રામ્ય

નાયબ પોલીસ, અધિક્ષક,એસસી, એસટી સેલ,દેવભૂમિ દ્ધારકા

શ્રુતિ એસ મહેતા

નાયબ પોલીસ અધિક્ષક, એસસીએસટી સેલ રાજકોટ ગ્રામ્ય

નાયબ પોલીસ અધિક્ષક,આઈબી, સ્પેશ્યલ બ્રાંચ ઓફકમિશ્નરેટ એન્ડ ડિસ્ટ્રીક્ટ આઈબી ગાંધીનગર

એસએસ ગઢવી

નાયબ પોલીસ અધિક્ષક, એસસી,એસટી સેલ, મોડાસા

મદદનીશ નિયામક,લાંચ રૂશ્વત વિરોધીબ્યુરો, વડોદરા

એમબી સોલંકી

નાયબ પોલીસ અધિક્ષક,પોલીસ ટ્રેનીંગ સેન્ટર,ચોકી સોરઠ, જિ. જુનાગઢ

નાયબ પોલીસ અધિક્ષક,મુખ્ય મથક, જામનગર

ડીવી બસીયા

વિભાગીય પોલીસ અધિકારી,લીંબડી, જિ. સુરેન્દ્રનગર

મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઈમ, રાજકોટ શહેર

ડીજી ચૌધરી

નાયબ પોલીસ અધિક્ષક,મુખ્ય મથક, મોરબી

નાયબ પોલીસ અધિક્ષક,આઈબી, સ્પેશ્યલ બ્રાંચ ઓફકમિશ્નરરેટ એન્ડ ડિસ્ટ્રીક્ટઆઈબી ગાંધીનગર

બીવી ગોહિલ

મદદનીશ પોલીસ કમિશ્નરક્રાઈમ, અમદાવાદ શહેર

નાયબ પોલીસ અધિક્ષક,પોલીસ ટ્રેનીંગ સેન્ટર, ચોકીસોરઠ, જિ. જુનાગઢ

ડીપી ચુડાસમા

મદદનીશ નિયામક, લાંચરૂશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદ

મદદનીશ પોલીસ કમિશ્નર,ક્રાઈમ, અમદાવાદ શહેર

 

(11:08 pm IST)