Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

વડોદરાના ડભોઇ રોડ પર બાઈક પરથી નીચે પટકાતા મહિલાને ગંભીર ઇજા

વડોદરા:ડભોઇ રોડ પર અછોડો તૂટતાં બાઇક પરથી પટકાયેલી મહિલાનું મોત નીપજવાના બનાવ બાદ અછોડા તોડને કાબૂમાં લેવા માટે રચાયેલી એન્ટિ ચેઇન સ્નેચિંગ સ્કવોડને અછોડા તોડોએ વધુ એક પડકાર ફેંક્યો છે.આજે ગોત્રીમાં એક મહિલાનો અછોડો તૂટતાં સ્કૂટર પરથી પટકાઇ હતી અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ગઇ તા.૪થી સપ્ટેમ્બરે ડભોઇ રોડ પર શાંતાબેન રોહિત નામની જાંબુઘોડાની મહિલા તેના પતિ સાથે પસાર થતી હતી ત્યારે અછોડા તોડે તેમનો અછોડો તોડતાં બાઇક પરથી પટકાયેલી મહિલાનું મોત નીપજ્યું હતુ.પોલીસ કમિશનરે આ બનાવ પછી એન્ટિ ચેઇન સ્નેચિંગ સ્કવોડની રચના કરી હતી અને તેમને સાધનોથી સજ્જ બાઇકો પણ ફાળવી છે.

(4:43 pm IST)