Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

છોટાઉદેપુર ખાતે આજે રાજ્યસ્તરનું ધ્વજવંદન

વિજય રૂપાણી દ્વારા ધ્વજવંદન કરાશે

અમદાવાદ, તા. ૧૪ : મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે ૭૩માં સ્વતંત્રતા દિવસના પ્રસંગે સવારે નવ વાગે છોટાઉદેપુરમાં રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં ધ્વજવંદન કરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપશે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ જૂનાગઢના વિસાવદરમાં ધ્વજવંદન કરાવશે. સ્વતંત્રતાના ૭૩માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી હેઠળ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. છોટાઉદેપુરમાં મુખ્ય કાર્યક્રમ હોવાથી આને લઇને તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી રહી છે. આ વખતે ત્રાસવાદી હુમલાને લઇને એલર્ટ હોવાથી પણ સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી રૂપાણી રશિયાની યાત્રાથી પરત ફર્યા બાદ સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઇને ભારેઉત્સુક દેખાઈ રહ્યા છે. મુખ્યમંત્રીની સાથે અનેક સભ્યો પણ રહેશે.

 

 

(7:50 pm IST)
  • જામનગરમાં આજે બપોરે વરસાદી ઝાપટું પડતા શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. તસવીરો : કિંજલ કારસરીયા,જામનગર access_time 3:18 pm IST

  • દાઉદના ભાઇ અનિસ ઇબ્રાહીમનો સાગ્રીત ઝડપાયો : મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દાઉદ ઇબ્રાહીમના ભાઇ અનિસના સાગ્રીત મોહમ્મદ અબ્દુલ લતીફ સાહીદની કેરળ એરપોર્ટથી ધરપકડ કરી છે. access_time 4:18 pm IST

  • અમિતભાઇ શાહ સાંજે કાશ્મીર જવા રવાના થશે : ૩૭૦મી કલમ નાબુદ કર્યા પછી દેશના ગૃહમંત્રી પ્રથમ વખત શ્રીનગર જઇ રહયા છેઃ ૧૬મીએ દિલ્હી પરત ફરશે access_time 1:15 pm IST