Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

વડોદરાના યુવકોને વિદેશ મોકલવાનું કહી ઠગાઈ આચરનાર બે વિઝા કન્સલ્ટન્ટની ધરપકડ

વડોદરા:યુવકોને વિદેશમાં સ્થાયી કરવાના બહાને રૃપિયા ખંખેરી લેનાર સયાજીગંજના પ્રથમ કન્સલ્ટન્સી સામે થયેલી પોલીસ ફરિયાદને પગલે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરાયા બાદ વધુ બે સાગરીત આગોતરા જામીન લઇ હાજર થતાં તેમની ધરપકડ કરાઇ હતી.

સયાજીગંજના પેરેડાઇઝ કોમ્પ્લેક્સમાં આવેલી પ્રથમ કન્સલટન્સીના સંચાલકો સામે ગઇ તા.૨૩ મી જૂને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.જેમાં આઠ લોકોએ રૃા.૧૨ લાખની રકમ ગુમાવી હોવાની વિગતો બહાર આવી હતી.

(5:38 pm IST)