Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ભાજપ દ્વારા કાલે પ્રથમ વખત તમામ મહાનગરો-જિલ્લા મથકોએ ધ્વજવંદન

૧૬મીએ અટલજીની પ્રથમ પૂણ્યતિથિ નિમિતે કાર્યક્રમો

અમદાવાદ, તા. ૧૪ :.  ભાજપા પ્રદેશ પ્રવકતા શ્રી ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, ગુજરાત સહિત દેશભરની જનતા જાણે છે કે, નર્મદા યોજનાને ખોરંભે રાખવાનું કાર્ય કોંગ્રેસે કર્યુ છે. ૨૦૧૪માં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલ મંજુરી બાદ ગુજરાતની ભાજપાની સરકારે જનતાનો સાથ-સહકાર લઇને નર્મદા યોજનાને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. નર્મદાના નીર ખેડુતો અને જનતા સુધી પહોંચાડવા માટે ભાજપાએ કરેલો પરિશ્રમ જનતા જાણે છે. કુદરતી આફતો કે અન્ય કોઇ કારણોસર કેનાલ ક્ષતિગ્રસ્ત થાય તો ભાજપાની રાજય સરકાર તાત્કાલિક કાર્યવાહી કરતી હોય છે. નર્મદા યોજનાની સફળતાની ફલશ્રુતિ ભાજપાના નામે છે તે કોંગ્રેસની સહન થતુ નથી એટલે કોંગ્રેસ પાણીમાંથી પોરા કાઢીને જનતાને ગેરમાર્ગે દોરતા નિવેદનો આપે છે.

શ્રી પંડ્યાએ જણાવ્યુ હતુ કે, આગામી ૧૫મી ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ શ્નશ્નસ્વતંત્રતા દિનઙ્ખનિમિત્ત્।ે ગુજરાત ભાજપા દ્વારા સૌ પ્રથમવાર પ્રત્યેક જીલ્લા/મહાનગરો ખાતે ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવશે. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયથી હર્ષોલ્લાસનું વાતાવરણ ઉભું થયુ છે અને ડાઙ્ખ. શ્યામાપ્રસાદ મુખરજી અને શ્રી સરદાર વલ્લભભાઇ પટેલનું દેશની એકતા-અખંડિતતા કાયમ રાખવાનું સ્વપ્ન સાકાર થયું છે આ બાબતે જનતા સમક્ષ જઇ કાર્યક્રમો યોજી ચર્ચા કરવામાં આવશે તથા એક દેશભકિતભર્યુ વાતાવરણ ઉભું કરવામાં આવશે. અટલ બિહારી બાજપાઇજીની પ્રથમ પૂણ્યતિથિ ૧૬ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ પ્રત્યેક જીલ્લા/મહાનગર ખાતે શ્રી અટલજીને પુષ્પાંજલી અર્પણ કરવા આવશે તથા તેમના જીવન પરિચયને લગતા સાહિત્યોનું વિતરણ કરવામાં આવશે.

(4:22 pm IST)
  • અમિતભાઇ શાહ સાંજે કાશ્મીર જવા રવાના થશે : ૩૭૦મી કલમ નાબુદ કર્યા પછી દેશના ગૃહમંત્રી પ્રથમ વખત શ્રીનગર જઇ રહયા છેઃ ૧૬મીએ દિલ્હી પરત ફરશે access_time 1:15 pm IST

  • જામનગરમાં આજે બપોરે વરસાદી ઝાપટું પડતા શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. તસવીરો : કિંજલ કારસરીયા,જામનગર access_time 3:18 pm IST

  • નેપાળના રસ્તે ઘુષણખોરી કરનાર વિદેશી મહિલાની ધરપકડ ;બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાના રકસોલ ક્ષેત્રમાં નેપાળના રસ્તેથી ભારતમાં ઘુસવા પ્રયાસ કરતી મહિલાને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધી :મહિલા પાસે પૂરતા દસ્તાવેજ નથી access_time 1:09 am IST