Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

સુરતની બાઈકિંગ કવીન્સ બાર્સીલોનમાં ત્રિરંગો ફરકાવશે

દૂતાવાસના અધિકારીઓ અને ભારતીય સમુદાયના લોકો સાથે સ્વતંત્રતા દિવસની કરશે ઉજવણી

બાર્સિલોના:સુરતની  વિશ્વભરમાં પ્રખ્યાત બાઇકિંગ ક્વિન્સ સ્પેનના બાર્સેલોના પહોંચીને મેડ્રીડમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ અને ભારતીય સમુદાયના લોકો સાથે ભારતના 73માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરશે.

   બાઇકિંગ ક્વિન્સ સ્પેનના બાર્સેલોના તરફ આગળ વધી રહી છે તથા જર્મની, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ અને બેલ્જિયમ સહિતના યુરોપિયન દેશો પસાર કર્યા બાદ સાંજે બાર્સેલોના પહોંચશે. 15. ઓગસ્ટ ના રોજ બાઇકિંગ ક્વિન્સ સવારે ધ્વજવંદન કરશે. સાંજે 7 વાગ્યે ઇન્ડિયન કલ્ચર સેન્ટર દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને દેશના 73 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી બાઇકિંગ ક્વિન્સ સાથે કરશે આ ઉપરાંત ભારતીય સમુદાય દ્વારા વિવિધ પર્ફોર્મન્સ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

બાઇકિંગ ક્વિન્સ સાથે કરશે તેવી અપેક્ષા છે.

. સ્પેનના મેડ્રિડ ખાતે ભારતીય દૂતાવાસ માં ઓફિસર ફોર કલ્ચર જોવા સ્વતંત્રતા દિવસની ઉજવણી સમારોહ માં જોડાશે. આ અંગે બાઈ કિંગ ક્વિન્સ ના સ્થાપક ડો. સારિકા મહેતાએ જણાવ્યું હતું કે, બાર્સેલોનામાં ભારતના 73માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવી તમારા માટે ગર્વની બાબત છે. કટાલ્યુનાર અને ઇન્ડિયન કલ્ચર સેન્ટર દ્વારા આ ઉજવણી માટે આમંત્રિત કરતા અમે સન્માન અનુભવીએ છીએ. ભારતથી હજારો કિલોમીટર દૂર રહીને માતૃભૂમિ પ્રત્યે દેશ ભક્તિ નો માહોલ જોવો એક વિશિષ્ટ લાગણી નો અનુભવ કરાવશે. આ ઉજવણી તમારા હૃદય માં વિશેષ સ્થાન હાંસલ કરશે તથા દેશ માટે કંઇક વિશેષ કરવા માટે અમને પ્રોત્સાહન પૂરું પાડશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે બાઇકિંગ ક્વિન્સ રાઈડ ફોર વુમન્સ પ્રાઇડ અને બેટી બચાવો, બેટી પઢાવો નો સંદેશ ફેલાવવા માટે 3 ખંડ ના 25 દેશના પ્રવાસે છે. અત્યાર સુધીમાં બાઇકિંગ ક્વિન્સ લગભગ 20,000 કિમી મુસાફરી કરી છે, જેમાં તેમણે

રશિયા ના મોસ્કો માં દસ્તાવેજોની ચોરી તથા નેધરલેંડમાં તેમની કેટીએમ બાઇક ચોરી જેવી સમસ્યાઓનો સામનો કર્યો છે. જોકે, બાઇકિંગ ક્વિન્સ ફ્રાન્સ માં થી બાઈક ભાડે લઇને મકમ જુસ્સા સાથે પોતાના મિશન આગળ દિપાવ્યું છે.

(2:17 pm IST)
  • દિલ્હી સરકારની ઓટો ચાલકોને મોટી ભેટ ;જીપીએસ ફી અને ફિટનેસ ફી માફ :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત ;નવો ફેરફાર પહેલી સપ્ટેમ્બરથી થશે લાગુ access_time 1:11 am IST

  • ગૃહ ખાતાએ જાહેર કર્યું છે કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્સન એક્ટ (સુધારેલ) ૨૦૧૯ આજથી અમલી બની ગયેલ છે access_time 11:56 pm IST

  • વિખ્યાત ગાયિકા કિંજલ દવેએ સુઇગામ નડાબેટ ખાતે બીએસએફના જવાનોને રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બાંધીને ઉજવ્યો હતો. access_time 12:22 am IST