Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ડાયાબિટિઝના કારણે અંધત્વમાં ગુજરાતના આંકડા ચિંતાજનક

૧૫૭૪ જેટલા ડાયાબિટિક રેટિનોપેથીના દર્દીઓ : ૨૦૧૯-૨૦માં ૧૬૬૮ ડાયાબિટિક રેટિનોપેથીના દર્દી

અમદાવાદ, તા. ૧૪ગુજરાત ભારતમાં ડાયાબિટઝ રોગની રાજધાની કહેવાય છે. રાજ્યમાં ડાયાબિટિઝના દર્દીઓની સંખ્યા ખૂબ વધારે છે. હવે ગુજરાત ડાયાબિટિક રેટિનોપેથીની સમસ્યામાં પણ અવ્વલ આવી રહ્યું છે. ડાયાબેટિક રેટિનોપેથી રોગમાં ડાયાબિટિઝના દર્દીને શરીરમાં વધુ સુગરના કારણે આંખની રેટિના પર અસર પડે છે અને તેના કારણે અંધત્વ આવે છે. નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ એન્ડ વિઝ્યુઅલ ઇમ્પ્રિમેન્ટ (NPCBVI)ના ડેટા મુજબ ગુજરાતમાં ૧૫૭૪ જેટલા ડાયાબિટિક રેટિનોપેથીના દર્દીઓ છે. જે ચાલુ વર્ષમાં આખા દેશમાં સૌથી વધુ છે. જ્યારે વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૬૬૮ ડાયાબિટિક્સના દર્દી છે જે ગુજરાતમાં સૌથી વધુ છે. અમદાવાદમાં રહેતા અને રેટિના સ્પેશિયાલિસ્ટ ડો. પાર્થ રાણાએ કહ્યું કે, 'ગુજરાતમાં ડાયાબિટિક રેટિનોપેથીના કેસ સતત વધી રહ્યા છે.

           જ્યારે શરૂઆતમાં લક્ષણો ખૂબ ઓછા હોય છે તેના કારણે લોકો રેટિના ચેક અપ માટે જતા નથી. અમારી પાસે ઘણા એવા કેસ છે જેમાં લોકો પહેલીવાર આંખનું ચેકઅપ કરાવવા આવે છે અને ડાયાબિટિક રેટિનોપેથી તેમજ ડાયાબિટિઝના દર્દી હોવાનું નિદાન આવે છે.લ્લ સુરતના માંડવીમાં પ્રાઈવેટ તેજસ આંખની હોસ્પિટલ ધરાવતા ડો. ઉદય ગજીવાલાએ કહ્યું કે "જે ડેટા છે તે ખરેખર ચિંતાજનક છે. અમે દર મહિને ૧૫-૨૦ ડાયાબિટિક રેટિનોપેથીના દર્દીઓની સારવાર કરી રહ્યા છીએ.લ્લ હોસ્પિટલે કહ્યું કે અમે દર વર્ષે ૧૩૦૦૦ જેટલી આંખની સર્જરી કરીએ છીએ. NPCBVI કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા ચલાવાતો પ્રોગ્રામ છે જે અંતર્ગત હાલમાં દેશમાં આંખના રોગ અને અંધત્વને લઈને એક ડેશબોર્ડ તૈયાર કરાયું છે. જોકે મામલે દેશમાં ઓછી જાગૃતિ અને ડેટાના અભાવથી સ્ક્રીનિંગ અને ટ્રિટમેન્ટની પૂરતી માહિતી જોવા મળતી નથી. સરકાર આશા વર્કર્સ આસે ડોર-ટુ-ડોર બ્લડ શુગર ટેસ્ટ કરાવવા માટે પ્લાન પણ તૈયાર કરી રહી છે.

(10:43 pm IST)