Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

બેંક સાથે ઠગાઈ કરી 17 વર્ષથી ફરાર થઈ ગયેલા બે સગા ભાઈને અમદાવાદ સાબરમતી પોલીસે કર્ણાટકથી ઝડપ્યા

આરોપીને “કાનૂન કે હાથ બહોત લંબે હોતે હૈ”આ ફિલ્મી ડાયલોગનો અનુભવ કરાવ્યો

 

અમદાવાદઃ “કાનૂન કે હાથ બહોત લંબે હોતે હૈ”આ ફિલ્મી ડાયલોગનો અનુભવ 17 વર્ષથી ફરાર બે સગાભાઈને સાબરમતી પોલીસે કરાવ્યો હતો. બેંક સાથે ઠગાઈ કરી 17 વર્ષથી ફરાર થઈ ગયેલા બે સગા ભાઈને પોલીસે કર્ણાટકથી ઝડપી લીધા હતા. આરોપી ભાઈઓનો કોરોના રિપોર્ટ નેગેટિવે આવતાં બંનેને અટક કરી પૂછપરછ હાથ ધરાઈ છે.

  સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધ મુજબ બેંક સાથે ઠગાઈના ગુનામાં છેલ્લા 17 વર્ષથી બે સગા ભાઈ રાજેન્દ્રકુમાર ભવરલાલ સોની અને કમલેશ ભવરલાલ સોની ફરાર હતા.આ ગુનાના આરોપી ભાઈઓ વિરુદ્ધ 2013ની સાલમાં તેમની વિરૂધ્ધના ગુનામાં હાજર નહીં થવા બદલ બીજી બે ફરિયાદો પણ નોંધાઈ હતી. પોલીસની ધનિષ્ઠ તપાસ છતાં આરોપીઓ હાથમાં આવતા નહોતા. દરમિયાન સાબરમતી પોલીસને બાતમી મળી કે બંને આરોપી કર્ણાટક રાજ્યમાં છે. જે બાતમીના આધારે પોલીસે મૂળ રાજસ્થાનના શિરોહી જિલ્લાના અરઠવાડા ગામના વતની એવા રાજેન્દ્રકુમાર અને કમલેશને કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાંથી ઝડપી લીધા હતા. રાજેન્દ્ર ચિત્રદુર્ગ જિલ્લામાં ચિપ પેટ ફોર્ટ રોડ નાગેશ્વર એપાર્ટમેન્ટ અને કમલેશ દાવનગીરી જિલ્લામાં અથની કોલેજ પાસે આર.એમ.સેટી એપાર્ટમેન્ટમાં રહેતો હતો. બંને આરોપીઓએ ભાઈઓએ સારા વેપારી તરીકેની ઓળખ કર્ણાટકમાં ઉભી કરી હતી.

(10:25 pm IST)