Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

નર્મદા જિલ્લામાં આજે કોરોના ચાર કેસ નોંધાયા : એક દર્દી સાજા થતા રજા અપાઈ

કુલ કેસની સંખ્યા 114 થઈ : જિલ્લામાં 96 દર્દીઓ સાજા થતા રજા અપાઈ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : અનલોક બાદ નર્મદા જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગતરોજ તા ૧૧ જુલાઈ ના રોજ એક સાથે સાત કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્રમાં દોડધામ મચી હતી આજે ફરી નર્મદા જિલ્લામાં કોરોના ચાર પોઝિટિવ કેસ નોંધાતા ચિંતા નું મોજું ફરી વળ્યું છે સાથે એક દર્દી સાજા થતા કોવિડ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે
   નર્મદા જિલ્લા એપેડેમીક ઓફીસર ડોક્ટર કશ્યપ ના જણાવ્યા મુજબ ગતરોજ મોકલેલા ૫૧ સેમ્પલ માંથી ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં બે રાજપીપળા આશાપુરી માતા મંદિર પાસે તેમજ એક લાછરસ અને એક દર્દી ગાડીત ગામ નો છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોનાના ૧૯ દર્દી સારવાર હેઠળ હતા જેમાંથી બે દર્દીને સુરત અને બે ને વડોદરા રીફર કરવામાં આવતા નર્મદા જિલ્લાની કોવિડ હોસ્પિટલ ખાતે ૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે સાથે જ આજે ૧ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે આજ દિન સુધી નર્મદા જિલ્લામાં ૯૬ દર્દીઓ સાજા થતા રજા અપાય છે અને કુલ ૧૧૪ કેસ કોરોના નોંધાયા છે આજે વધુ ૭૫ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.
  નર્મદા જિલ્લામાં કોરોનાના ૪ પોઝિટિવ કેસના નામ સુધાબેન અરૂણભાઈ શુક્લ(79 વર્ષ), આશાપુરા માતા મંદિર, રાજપીપળા. રવિ દિપકભાઈ ભટ્ટ (20 વર્ષ) આશાપુરા માતા મંદિર, રાજપીપળા.) સ્મિતાબેન હેતલકુમાર પટેલ(29 વર્ષ),બોર ફળિયુ, લાછરસ,નાંદોદ અને  લાખાભાઇ મિસરીયાભાઇ(63 વર્ષ) ગાડિત,નાંદોદ છે

(8:00 pm IST)