Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

રાજ્‍યમાં સાર્વત્રિક વરસાદ થતા સારી ખેતીની આશા બંધાઇઃ કઠોળ, બાજરી, મકાઇ, મગફળી, કપાસનું ઉત્‍પાદન વધશે

ગાંધીનગર: રાજ્યમા સાર્વત્રિક વરસાદ થતા સારી ખેતીની આશા બંધાઈ છે. રાજ્યમા સારા વરસાદના કારણે ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમા વાવણી કરવામા આવી છે. રાજ્યમા ખેડૂતોમા સારા વરસાદના કઠોળ, બાજરી, મકાઈ, કઠોળ, મગફળી અને કપાસમાં સારા ઉત્પાદનની આશા બંધાઈ છે. જોકે રાજ્યમા ઉત્તર ગુજરાતમા ઓછા વરસાદના કારણે ખેડૂતોમા ચિંતા વધી છે.

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમા સારા વરસાદના કારણે મબલખ વાવણી ખેડૂતો દ્વારા કરવામા આવી છે. રાજ્યમા આ વિસ્તારોમા સારા વરસાદના કારણે ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમા વાવણી કરવામા આવી છે. વાવણીના આંકડાઓને જોતા ખેડૂતો દ્વારા વિશેષ મગફળી અને કપાસમા મબલખ ઉત્પાદન થશે તેવી આશા બંધાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતમા ઓછા વરસાદના કારણે ડાંગર અને અન્ય પાકોની વાવણી પર સીધી અસર જોવા મળી છે. વાવણીના આંકડાઓ પર નજર કરીએ તો....

- ડાંગર 1.91 લાખ હેક્ટર 23.30 ટકા વાવણી

- બાજરી 1.08 લાખ હેક્ટર 67.42 ટકા વાવણી

- મકાઈ 2.36 લાખ હેક્ટર 76.98 ટકા વાવણી

- તુવેર 1.78 લાખ હેક્ટર  56 ટકા વાવણી

- કઠોળ કુલ પાક 2.31 લાખ હેક્ટર 49 ટકા વાવણી

- મગફળી 19.70 લાખ હેક્ટર 127.94 ટકા વાવણી

- કપાસ 20.33 લાખ હેક્ટર 76 ટકા વાવણી

- શાકભાજી 1.37 લાખ હેક્ટર59 ટકા વાવણી

- કુલ વાવણી 57.37 લાખ હેક્ટર 67.58 ટકા

(4:46 pm IST)