Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

અમદાવાદના કાંકરિયા રાઈડ દુર્ઘટનામાં સંચાલક અને ઓપરેટરની અટકાયત

પોલીસે પાર્કના મલિક અને રાઈડ્સ ઓપરેટરની પૂછપરછ શરૂડેનિયમિત ચેકીંગનો અભાવ હોવાનું ખુલ્યું

અમદાવાદઃ અમદાવાદના કાંકરિયા રાઇડ દૂર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે. ઘટના બાદ પોલીસે રાઇડ સંચાલક અને ઓપરેટરની અટકાત કરી છે પોલીસ હાલ બંનેની પુછપરછ કરી રહી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે રાઇટનું નિયત સમયે ચેકિંગ કરવામાં આવતું ન હતું.

અમદાવાદમાં કાંકરિયા પાસે આલેલી એક રાઇડ્સ ધ્વસ્ત થઇ જતાં બે લોકોનાં મોત થયા, 50 ફૂટની ઉંચાઇએથી પટકાતા રાઈડ્સના અનેક કટકા પણ થયા હતા. ઘટનાનાં પગલે કાંકરિયામાં લોકોને પ્રવેશ આપવાનું બંધ કરવામાં આવ્યું છે. પોલીસે પાર્કના મલિક અને રાઈડ્સ ઓપરેટરની પૂછપરછ શરૂ છે. આ રાઇડ સુપરસ્ટાર એમ્યુસમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત કરવામાં આવતી હતી.

(12:27 am IST)