Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

ઉમરેઠના ગોડાઉનમાં તાળા તોડી ચોરીનો મુદામાલ લેનાર શખ્સ પોલીસના સકંજામાં

ઉમરેઠ: શહેરના ગોડાઉનના તાળા તોડીને થયેલી લાખોની મત્તાની ચોરી સંદર્ભે ચોરીનો મુદ્દામાલ લેનાર સેલવાસના શખ્સને તપાસ કરતી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડીનેે ૪.૮૦ લાખનો મુદ્દામાલ રીકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર ઉમરેઠની ચોરીમાં માલેગાંવથી શાહીમઅહેમદ ઐયાઝઅહેમદ અંસારી (બક્ષી)અને શાહરૂખ અમીર શેખને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે ૧૨ દિવસના રીમાન્ડ પર મેળવ્યા હતા. રીમાન્ડ દરમ્યાન પોલીસે પુછપરછ કરતાં આ ચોરીનો મુદ્દામાલ વાપી-સેલવાસ રોડ ઉપર આવેલી દિપક ટ્રેડર્સ નામની દુકાનમાં આપ્યો હોવાની કબૂલાત કરી હતી જેને લઈને પોલીસની એક ટીમ તુરંત જ ત્યાં પહોંચી ગઈ હતી અને દિપક ટ્રેડર્સના વિમલ ઓમપ્રકાશ માલી (મારવાડી)ને ઝડપી પાડીને તેમની દુકાન તેમજ ગોડાઉનમાંથી ૨૩ વિમલ પાન મસાલાના કાર્ટુન કે જેની કિંમત ૪.૮૦ લાખ રૂપિયા જેટલી થવા જાય છે તે જપ્ત કરીને તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રીમાન્ડ પર મેળવ્યો હતો. 

(5:48 pm IST)