Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

પેટલાદના પાળજ ગામે નજીવી બાબતે થયેલ બબાલમાં 3ને ગંભીર ઇજા

પેટલાદ: તાલુકાના પાળજ ગામે રહેતા નીકુલભાઈ યોગેશભાઈ પટેલ ગઈકાલે સાંજના છ વાગ્યાના સુમારે રામજી મંદિર પાસે ઉભા હતા ત્યારે ફોર વ્હીલર લઈને આવી ચઢેલા રાજેન્દ્રભાઈ ઉર્ફે રાજુભાઈ ચીમનલાલ શાહે બાઈક લઈ લેવાનું કહેતા આ બાબતે બોલાચાલી થઈ હતી. જેથી રાજેન્દ્રભાઈ ત્યાંથી જતા રહ્યા હતા અને થોડી વાર બાદ પોતાના પુત્ર કેયુર સાથે આવી ચઢ્યા હતા અને ગમે તેવી ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો. કેયુરે પોતાની પાસેની બેઝબોલની સ્ટીક આંગળી ઉપર મારી દેતાં ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતુ . 

જ્યારે સામા પક્ષે પ્રીયાંકભાઈ ઉર્ફે પપ્પુભાઈ શાહે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, નીકુલભાઈ યોગેશભાઈ પટેલની પાસે તેમના પિતા રાજેન્દ્રભાઈએ સોપારીના બાકી નીકળતા પૈસાની માંગણી કરતાં ગમે તેવી ગાળો બોલીને રાજેન્દ્રભાઈ તથા કેયુરભાઈને નીકુલભાઈ અને જે. ડી. પટેલે ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે પેટલાદ શહેર પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

(5:47 pm IST)