Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

ઠાસરા તાલુકાના કાલસરની સીમમાં કારમાં લઇ જવાતો 1 લાખનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો

ઠાસરા: તાલુકાના કાલસર ગામની સીમમાંથી એક લાખનો વિદેશી દારૂ ભરીને પસાર થઈ રહેલી કારને ઝડપી પાડી હતી. જો કે કારમાં સવાર બે શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. પોલીસે ત્રણેક લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા બન્ને શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. 

આ અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના આગરવા ગ્રામ પંચાયતની વોર્ડની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે. આ ચૂંટણી અનુસંધાને ડાકોર પોલીસની ટીમ ગઈકાલે રાત્રિના સમયે આગરવા ગામમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. જે દરમિયાન નેસ ગામથી આગરવા તરફ જતા માર્ગ પર એક કારમાંમાં વિદેશી દારૂ લઈ જવાતો હોવાની માહિતી ડાકોર પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ રાત્રિના સમયે કાલસર ગામની સીમમાં વોચમાં ગોઠવાઈ હતી. તે દરમિયાન ઓમની કાર નં જીજે ૦૭ વીવી ૯૩૩૮ આવતાં પોલીસે તેને રોકી હતી. જેથી આ કારનો ચાલક વિષ્ણુભાઈ ચીમનભાઈ જાદવ (રહે.આગરવા) તેમજ તેની સાથે સવાર અન્ય એક ઈસમ કારમાંથી બહાર નીકળી અંધારાનો લાભ લઈ ત્યાંથી ભાગી છુટ્યાં હતાં

(5:47 pm IST)