Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

ગાંધીનગરમાં એક અઠવાડિયાં ડીજીપીના આદેશથી દારૂબંધીની પોલ ઉઘડી પડી: 142 દારૂની ફરિયાદ નોંધાઈ

ગાંધીનગર: જિલ્લામાં પણ ડીજીપીના આદેશ બાદ એક અઠવાડીયા સુધી પ્રોહીબીશન ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. જેમાં કહેવાતી દારૂબંધીની પોલ ઉઘાડી પડી છે. એક જ અઠવાડીયામાં દેશી દારૂના ૧૪ર અને વિદેશી દારૂના ૧૧ કેસ નોંધાયા છે. જો કે કેટલો દેશી દારૂ પકડાયો તેની વિગતો જિલ્લા પોલીસ પાસે જ નહીં હોવાનું જાણવા મળી રહયું છે. આટલા પ્રમાણમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે છતાં કાર્યવાહી અગાઉ કેમ ના થઈ તે પણ એક પ્રશ્ન છે.

ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ તે કાગળ ઉપર હોવાનું સૌ કોઈ જાણે જ છે. તેના કારણે ખુદ રાજયના પોલીસ વડાને સમગ્ર રાજયમાં પ્રોહીબીશનની ડ્રાઈવ ચલાવવા માટે આદેશ આપવાની ફરજ પડી હતી. એક અઠવાડીયા સુધી ચાલેલી આ ડ્રાઈવમાં દારૂબંધીની જાણે કે પોલ ઉઘાડી પડી હોય તેવું લાગી રહયું છે. ગાંધીનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી વિદેશી દારૂના કેસો આ ડ્રાઈવ અંતર્ગત કરવામાં આવ્યા હતા. 

(5:44 pm IST)