Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

સુરત: ટ્રેનમાં સ્મગલિંગના ઇરાદે લઇ જનાર 55 લાખની વિદેશી સિગરેટનો જથ્થો ઝડપાયો: યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ

સુરત: ડીઆરઆઈ તથા કસ્ટમ વિભાગની ટીમે આજે રેલ્વે માર્ગે  સ્મગલીંગના ઈરાદે  રૂ.૫૫ લાખની કિંમતના વિદેશી બ્રાન્ડની સિગારેટના જથ્થા સાથે સુરતવાસી શખ્શને  સુરત રેલ્વે સ્ટેશન પરથી ઝડપી પાડયો છે. મીસ ડેકલેરેશન કરીને સ્મગલીંગના હેતુથી પશ્નિમ બંગાળના હાવડાથી લાવવામાં આવેલા વિદેશી બ્રાન્ડના સિગારેટનો જથ્થો જપ્ત કરી ડીઆરઆઈએ સુરતના યુવાનની વિરુધ્ધ કસ્ટમ્સ એક્ટના ભંગ બદલ અટક કરીને વધુ પુછપરછ હાથ ધરી છે.

સુરત ડીઆરઆઈ તથા કસ્ટમ વિભાગને બાતમી મળી હતી કે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન નં.૧૨૮૩૪માં હાવડાથી વિદેશી બ્રાન્ડના સિગારેટનો મોટો જથ્થો આવનાર છે. જેથી અધિકારીઓએ સુરત રેલ્વે સ્ટેશન પર વોચ ગોઠવી હતી. અને અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી શંકાસ્પદ કાર્ટુનના જથ્થા સાથે ઉતરેલા સુરતવાસી યુવાનની તલાશી લીધી હતી. તેની પાસે વિદેશી બ્રાન્ડ ગુંડાગ ગરમ સિગારેટનો જથ્થો મળ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારકિંમત રૂા.૫૫ લાખ થાય છે. 

(5:43 pm IST)