Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

સુરતમાં સસ્તું સોનુ આપવાનું કહી વેપારી પાસેથી 27 લાખ પડાવનાર ઠગ ટોળકી વિરુધ્ધ ફરિયાદ

સુરત:સોનાનો ઓનલાઈન વેપાર માત્ર એક મહિના અગાઉ જ શરૂ કરનાર વિજયવાડાના વેપારીને સસ્તુ સોનું આપવાના બહાને ઠગ ટોળકીએ સુરત બોલાવી પૈસા ભરેલી બેગ બદલી રૂ.૨૭ લાખ પડાવી લીધા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે વાલા વિજયદુર્ગા રેસિડેન્સીમાં રહેતા ૩૨ વર્ષીય મૌલી વેંકટાસત્યનારાયણ ધર્મારાવે માત્ર એક માસ અગાઉ જ સોનાનો ઓનલાઈન વેપાર શરૂ કર્યો છે. વિવિધ ટ્રેડિંગ વેબસાઇટ પર તેમણે મુકેલા નંબરો પૈકી એક પર તા.૩જીએ તેમને વિશાળ નામક વેપારીએ એક કિલો સોનું રૂા.૨૮ લાખમાં વેચવું છે તેમ કહયું હતું. 

(5:42 pm IST)