Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

સુરતની હીરા બજારમાં રિયલ ડાયમંડનો વ્યાપાર 50 ટકા ઓછો પડ્યો હોવાનું તારણ

 સુરત: શહેરના હીરાબજારમાં પોલિશ્ડના કામકાજો ૫૦ ટકા જેટલાં થઈ ગયા છે. વિદેશી બજારમાંથી પોલીશ્ડ હીરાની કોઈ માંગ નથી. તો ઘરઆંગણાની ખરીદીઓ ઉપર પણ અત્યારે કામચલાઉ બ્રેક લાગી ગઇ છે. જોકે, સિન્થેટિક ડાયમંડને કારણે પોલીશ્ડ હીરાની ખરીદી ખૂબ જ ઘટી ગઈ છે. આ પરિસ્થિતિ અત્યારે એટલી વિકટ છે કે હીરાની પડતર કરતાં પણ નીચા ભાવે માલ માંગવામાં આવી રહ્યો છે. 

હીરાબજાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, હીરા ઉદ્યોગ અને બજારની પરિસ્થિતિ દિવસો દિવસ વધુ વિકટ બની રહી છે. દાગીના માટેના હીરાની અત્યારે કોઈ માંગ નથી. હીરાના ઉત્પાદનમાં કેવી રીતે કાપ મૂકી શકાય તે દિશામાં મેન્યુફેક્ચરર્સ હવે ધ્યાન આપી રહ્યા છે, ઉત્પાદન ઘટાડવા સાથે વધારાના ઉત્પાદનને બંધ કરવાનું વલણ કારખાનેદારોનું છે. માલ વેચાતો નહીં હોવાને કારણે ખૂબ જ સસ્તામાં માંગવામાં આવી રહ્યો છે. તેથી માલ વેચવા માટે કોઈ રાજી નથી.

(5:42 pm IST)