Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

પલસાણાના કડોદરામાં બાઈક સવારને આંતરી 9 શખ્સોએ ચપ્પુથી હુમલો કરતા અરેરાટી

પલસાણા: તાલુકાનાં કડોદરામાં રહેતા રેડીમેડ કાપડની દુકાન ચલાવતો યુવાન રાત્રે દુકાન બંધ કરી સાથે કામ કરતા બે જણા સાથે બાઈક પર ઘરે જતા રસ્તામાં ત્રણ બાઈક પર આવેલા ૯ હીન્દીભાષી શખ્સોએ મારમારી ચપ્પુનાં ઘા કરી ધમકી આપી જતા રહ્યા હતા. યુવાને પોતાના બે ફુવાજી સાથે નાણાંકીય લેવડ દેવડની તકરારમાં હુમલો કરાવ્યો હોવાની શંકા વ્યક્ત કરી હતી.

કડોદરા રાજપ્લાઝા કોમ્પ્લેક્સમાં અંક્તિ વિનોદભાઈ માદરેચા (જૈન) માતા-પિતા અને બહેન સાથે રહે છે. તે વરેલી ગામે રેડીમેડ કપડાની દુકાન ચલાવે છે. જેમાં કામ કરતો સુમિત શ્યામલાલ કુમાવત પણ સાથે રહે છે અને બંને દુકાન પર એક જ બાઈક પર ઘરેથી અપડાઉન કરે છે. મંગળવારે રાત્રે સાડાદશ વાગ્યે અંકિત અને સુમિત દુકાનબંધ કરી બાઈક (નં.જીજે-૧૯-એજી-૪૫૬૪) પર હનિ રામસ્વરૂપ બાઈલાન સાથે ત્રણ સવારી એ ઘરે જવા નીકળ્યા હતા. 

(5:41 pm IST)