Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

સુરત પોલીસે જુદા જુદા વિસ્તારમાં છાપો મારી અગિયારસના દિવસે મહિલા સહીત 87 જુગારીની ધરપકડ કરી

સુરત:ભીમ અગિયારસ નિમિત્તે વરાછા, કાપોદ્રા, સરથાણા, કતારગામ,ચોક અને અમરોલીમાં જુગાર રમતા મહિલા સહિત 87 જુગારીઓને સ્થાનિક પોલીસે ઝડપી પાડી રોકડા રૂ.4,06,690 કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ભીમ અગિયારસ નિમિત્તે સૌરાષ્ટ્રવાસીઓમાં જુગાર રમવાનું ચલણ મોટાપાયે છે. આથી બુધવારે મધરાત બાદ સૌરાષ્ટ્રવાસીઓનુ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી જે ગુરૂવારની મોડી રાત સુધી ચાલુ રહી હતી. તે અંતર્ગત વરાછા પોલીસે અંબિકા નગર સોસાયટીના એક ઘરમાંથી છ જુગારીઓને રોકડા રૂ.61,270, વિહળનગર સોસાયટી પાસેથી 8 જુગારીઓને રોકડા રૂ.15,750, મીનીબજાર રાજહંસ હાઇટસની ઓફીસ માંથી પાંચ જુગારીઓને રોકડા રૂ. 72,100, ફુદીનાવાળી અશ્વનિકુમાર રોડના એક ઘરમાંથી પાંચ જુગારીઓને રોકડા રૂ.89,530, વર્ષા સોસાયટીના એક મકાનના ધાબા ઉપરથી 9 જુગારીઓને રોકડા રૂ.17,400 તેમજ વિરાટ પેલેસના ધાબા ઉપરથી 8 જુગારીઓને રોકડા રૂ.12,860 સાથે ઝડપી લીધા હતા.

(5:41 pm IST)