Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

મણિનગર નજીક વરસાદી પાણીના નિકાલ માટે ચાલતી કામગીરીમાં વીજ પુરવઠો ખોરવાતા હાલાકી

મણિનગર: ગોરના કુવા પાસેના માર્ગ પર વરસાદી પાણીના નિકાલ માટે ખોદકામની કામગીરી ચાલી રહી છે. જેના કારણે આજે ટોરેન્ટ પાવરનો વીજ વાયર કપાઇ જતા આ વિસ્તારમાં બપોરના ૧ વાગ્યાથી વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. જે રાતના ૯ વાગ્યા સુધી પૂર્વવત થયો નહોતો. ઉપરાંત ગટર-પાણીની લાઇનો કપાતા તેનું પાણી રોડ પર ફરી વળતા કેટલાક ટુ- વ્હિલર ચાલકો પટકાયા હતા. જેઓને ઇજા થતા સારવાર માટે લઇ જવાયા હતા.

જશોદાનગરથી મણિનગરના ગોરના કુવા પરના માર્ગ પર છેલ્લા કેટલાક દિવસોથી ખોદકામની કામગીરી ચાલી રહી છે. જેના કારણે એક સાઇડનો રોડ ખોદી કઢાયો હોવાથી ટ્રાફિકજામની સમસ્યા ગંભીર બની છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આજે ખોદકામ દરમિયાન વીજ લાઇન કપાઇ ગઇ હતી.

(5:40 pm IST)