Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

વાવાઝોડાને કારણે લીલા શાકભાજીના ભાવમાં ભડકો

ગુજરાત બહારથી આવતા તમામ શાકભાજીમાં ૧૦ થી ર૦ ટકાનો ઉછાળોઃ ગુવાર અને ચોરાસીંગ છુટક ભાવ ૧૦૦ રૂ. કિલો!!: વાવાઝોડાને કારણે આવક પર અસર થતા મનફાવે તેવા ભાવો લેવાયાઃ બે દિ'માં ભાવો સ્થિર થઇ જશે

રાજકોટ, તા., ૧૪: સૌરાષ્ટ્રમાં 'વાયુ' વાવાઝોડાના પગલે લીલા શાકભાજીની આવકો ઠપ્પ થઇ જતા  ભાવમાં  ભડકો થયો હતો.  તમામ લીલા શાકભાજીમાં ૧૦ થી ર૦ ટકા  ભાવ વધ્યા હતા અને રીટેઇલમાં અમુક શાકભાજીના ં મનફાવે તેવા ભાવો લેવાયા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી હતી.

સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડાની અસરને પગલે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના યાર્ડો બંધ હોય ગુજરાત બહારથી આવતા લીલા શાકભાજીની આવકો ઠપ્પ થઇ જતા શાકભાજીના ભાવોમાં ૧૦ થી ર૦ ટકાનો ઉછાળો થયો હતો.

 વેપારી સુત્રોના જણાવ્યા મુજબ લીલા શાકભાજીની આવકો ઘટી જતા હોલસેલમાં ૪૦ થી ૬૦ રૂ.માં વેચાતા લીલા શાકભાજીના ભાવ ૬૦ થી ૮૦ રૂ. થઇ ગયા હતા અને રીટેઇલમાં (છુટક) મનફાવે તેવા ભાવ લેવાયા હતા. ખાસ કરીને ગુવાર અને ચોરાસીંગના ભાવો હાલમાં હોલસેલમાં ૮૦ થી વધુ રૂ. હોય છુટકમાં ૧૦૦ થી વધુ રૂપીયા ભાવે વેચાયા હતા. જો કે આજથી સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો ચાલુ થઇ જતા લોકલ  શાકભાજીની આવકો શરૂ થઇ ગઇ છે.

હોલસેલમાં રીંગણા એક કિલોના પ૦ થી ૬૦, ટમેેટાના ૩૦ થી ૩પ, ગુવારના ૭૦ થી ૮૦, ફલાવર અને કોબીચના ભાવ ર૦ થી ૩૦ રૂ. હતા. આતમામ લીલીાશકભાજી છુટક બજારમાં પહોંચતા ૧૦ થી ર૦ ટકા ભાવ વધી જાય છે. જો કે હવે વાવાઝોડાનો ખતરો ટળી જથા બે દિવસમાં તમામ શાકભાજીના ભાવો સ્થિર થઇ જશે તેમ વેપારી સુત્રોએ જણાવ્યું હતું.

(3:52 pm IST)