Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

વાયુ વાવાઝોડાની દક્ષિણ ગુજરાતમાં અસર... પવનના સુસવાટા સાથે ૧ ઇંચ

વાપી, તા., ૧૪: ગુજરાત ઉપરથી 'વાયુ'ના વાવાઝોડાની ઘાત તો સદભાગ્યે ટળી ગઇ. જો કે તેની અસર હેઠળ રાજયના ૧૧૪ તાલુકાઓમાં ઝરમરથી પ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પ્રજાજનોને ગરમીથી આંશિક રાહત મળી છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહીતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં દ.ગુજરાત પંથકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઇએ તો નર્મદા જીલ્લાના તાલકુાઓમાં ડેડીયાપાડા ૧૧ મી.મી. તાપી જીલ્લાના તાલુકાઓમાં સોનગઢ રપ મી.મી. અને ન્યારા ૧ર મી.મી. તો સુરત જીલ્લાના તાલુકાઓમાં ચોર્યાસી ર૧ મીમી. સુરત સીટી ૭ મી.મી. ઉમરપાડા ૧૧ મી.મી. અને પલસાણા ૧૦ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

આ લખાઇ રહયું છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે દ.ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે પવનના સુસવાટા વચ્ચે વાદળો ઘેરાયેલા છે.

(1:03 pm IST)