Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

સુરતની પ્રેમભારતી સાંકેલી વિદ્યાલયમાં આગ ભભૂકી : ચાર ફાયર ફાયટરો પહોંચ્યા

એનઓસી નહિ હોવાથી સ્કૂલને સીલ મારી દેવાયું

સુરતના દાંડી રોડ ખાતે આવેલી પ્રેમભારતી સાંકેત હિન્દી વિદ્યાલયમાં આજે સ્કૂલ શરૂ થાય તે પહેલાં અચાનક એક ક્લાસ રૂમમાં આગ લાગી ગઈ હતી.ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર હોવાથી કોઇ જાનહાનિ થઇ નથી.

   આગના પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો.સ્કૂલ ખાતે ફાયર ઓફિસરે તપાસ કરતા પૂરતી ફાયર સેફ્ટી મલી નથી અને સ્કૂલ પાસે પાલિકાનું એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું. જેથી ફાયર વિભાગ દ્વારા સ્કૂલને સીલ મારી દેવામાં આવ્યું છે.

(12:13 pm IST)