Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

મહેસાણા પાલિકા દ્વારા પ્લેનની હરાજીમાં એક પણ બીડર ફરક્યો નહીં ; હરરાજી રદ કરાઈ

અમદાવાદ એવિએશન કંપનીના બાકી વસૂલવા માટે યોજવાની હરાજી હતી

મહેસાણામાં આજે નગરાપાલિકા દ્વારા પ્લેનની હરાજીનું આયોજન કરાયું હતું જો કે એકપણ બીડર હાજર નહીં રહેતા હરાજી રદ કરાઈ છે. અમદાવાદ એવિએશન કંપનીના બાકી વસૂલવા માટે આજે યોજવાની હરાજી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા AAA એવિએશન કંપની પાસેથી વેરો વસુલવાનો બાકી છે. 5 કરોડ 62 લાખનો વેરો બાકી હોવાથી કંપની દ્વારા મિલકત સીલ કરવામાં આવી હતી. જોકે હજી પણ વેરો બાકી હોવાના કારણે કંપની દ્વારા પ્લેનની હરાજીનું આયોજન કરાયું હતું.જો કે એકપણ બીડર હાજર નહીં રહેતા હરાજી રદ કરાઈ છે.

હાલમાં કંપનીની મિલકતની રિઝર્વ કિંમત 1 કરોડ 65 લાખ રૂપિયા આંકવામાં આવી છે. 3 એજન્સીઓએ પ્લેનની હરાજીમાં ભાગ લીધો હતો, પણ હાજર ન રહેતા હરાજી રદ કરાઇ છે. તમને જણાવી દઇએ કે,હરાજીમાં ભાગ લેવા માટે એજન્સીઓ દ્વારા 16 લાખ 56 હજાર રૂપિયા ડિપોઝીટ પણ જમા કરાવવામાં આવ્યા છે.

 
(12:02 pm IST)